________________
[૨૭]
પાન પર સમાય તેટલું ખવાય છે. !) પણ તમારા તા સંપૂર્ણ ભૂખ્યા રહેવાનુ ”
ધર્મ શાસ્ત્રોમાં ચારી–સંજીવની-ચાર–ન્યાય’ બતાડવામાં આવ્યા છે. ચાલા તેને સમજીએ. એક ગામમાં પતિ-પત્ની રહેતાં હતાં. અન્ને વચ્ચે ભારે મીઠા સંબધ. તેએ એટલા સુમેળથી રહે કે શાકયને તેમના પ્રેમની ઈર્ષ્યા થઇ. તેનાથી આ બેનો સુમેળ ખમાયા નહીં, કાઈ પ્રયાગથી તેણે તે પુરુષને બળદ બનાવી દીધા. પેલી સ્ત્રી પુષ્કળ કલ્પાંત કરવા લાગી, પશુ તેથી વળે શુ? તે સ્ત્રી બળદીયાને લઇને જંગલમાં ચારો ચરાવવા જવા લાગી. બળદ ચરે ત્યાં સુધી કાઈ ઝાડ નીચે તે સ્ત્રી બેસી રહે.
એક દી એવું બન્યું કે ક્રાઇ વિધાધર અને વિદ્યાધરી ત્યાંથી પસાર થયાં. તેઓએ આ કલ્પાંત કરતી સૂનમૂન બેઠેલી સ્ત્રીને જોઈ. આથી વિદ્યાધરીને કનૈતક થયું. તેણે વિદ્યાધરને પૂછ્યું, “ આ સ્ત્રી કેમ કલ્પાંત કરે છે ? ”
વિદ્યાધર : તને ખબર નથી ? આ બળદ ચરે છે તે બળદ નથી, પણ પુરુષ છે. ઝાડ નીચે બેઠેલી સ્ત્રીનેા પતિ છે, પણ કાઈ ઈર્ષ્યાળુ સ્ત્રીએ તેને મળઢ બનાવી દીધા છે. વિદ્યાધરી : શુ' આ તેની સ્ત્રીછે.? અરેરે!બિચારીને કેટલુ દુઃખ ? તો હવે આનું કાઇ વારણ ન થાય? વિદ્યાધર : વારણુ જરૂર થાય. તે સ્ત્રી જે ઝાડ નીચે બેઠી છે, ત્યાં એક વનસ્પતિ છે, તે
[૨૭]