SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ હતી કે શ્રાવકના વાર્ષિક અગીયાર જ દિવસ સમાચાર આપનારને હજારો રૂપિયા આપ્યા તો સામૈયામાં તે શેઠે કેટલા રૂપિયા ખર્ચા હશે? અને દીન-દુ:ખિતોને અનુકંપા-દાન પણ કેવું કર્યું હશે ? જૈન ધર્મ જેવી દયા, માનવતા, કરુણું, અનુકંપા જગતુના કેઈ ધર્મમાં નથી. જૈનોના વરધોડા, સામૈયા, ઉજમણાં, સાધર્મિક વાત્સલ્ય તમામ આયોજન અનુકંપાથી શણગારાએલા જ હોય. જૈન ધર્મ માનવતાને તો ભારે મહત્ત્વ આપ્યું છે. આથી જ જીવમાત્ર તરફ અનુકંપા રાખવાનું કહેતા પરમાત્માની પ્રભાવના ભકિતમાં જૈનો સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થાય છે ને ? બીજા લોકો કહે છે. “દયા : ધર્મનું મૂળ છે.” પણ વસ્તુત: દયા કરતાં ચડિયાતી કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા ધર્મનું મૂળ છે. દેરાસરમાં ઘી બલવાનું હોય તો લાખો રૂપિયાની બોલી બોલાય અને ગરીબોને તે જ માણસો કદાચ પાંચકો, દશક પણ આપવાનો ઉમંગ ધરાવે નહીં, પણ એમાંય વિચારવું જોઈએ કે પ્રભનું પુણ્ય જ લોકેત્તર છે. તેથી જ લેકે લાખની ઉછામણું બોલે છે. જ્યારે ગરીબેન જી તેવું પુણ્ય નથી. એથી જ તેને ઘણું આપી દેવાની વૃત્તિ ઝટઝટ થતી નથી. પેથડમંત્રીના પત્ની રેજ ઘરેથી દેરાસર જાય ત્યાં સુધીમાં યાચકોને સવા શેર સોનાનું આ દાન કરી દેતા. આથી શાસન પ્રભાવના ખૂબ જ થતી. ગરીબે જૈન ધર્મની ભારોભાર * પ્રશંસા કરતા. વ્યાપક પ્રમાણમાં શાસનના પ્રભાવક કાર્યો કરે. દેરાસર દર્શન કરવા જાઓ છે (૧૫)
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy