________________
પાના ગૌરવનું તેજ અદભુત અને પ્રેક્ષણીય હતું. સંધ વિદાય થયો. બંગલામાં મેર ધૂળ થઈ ગઈ હતી. ઝાડુ મારનાર નોકરે બધુંએ સાફ કર્યું. ધૂળ વગેરે ભેગી કરી જ્યાં કેવા જતો હતો ત્યાં શેઠ તેને જોઈ ગયા. તેમણે તેને ઊભો રાખ્યો અને મૂલ્યવાન થોડી ધળ લઇને પિતાના માથે ચઢાવી. તેમણે નોકરને કહ્યું, “ અરે ગાંડા ! આમાં તો તીર્થકરછે દેવ, ગણધર ભગવંત, મહાન આચાર્ય, ઉપાધ્યાય થવાની તાકાતવાળા જીની ચરણરજ હશે. લે. તું ય માથે, કપાળે, આંખે લગાડ; પવિત્ર થઈ જઈશ.”
૨ સાધર્મિક ભકિત : પર્યુષણનાં પાંચ કર્તવ્યમાં નિર્દેશ કર્યા બાદ વાર્ષિક ૧૧ કર્તવ્યોમાં # પણ સાધર્મિક ભકિતનો નિર્દેશ કરીને પૂ. લક્ષ્મીસૂરિજી મહારાજાએ તેનું ઘણું મોટું મહત્ત્વ છે Aણે આપણને સૂચવ્યું છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, જેના હૈયે જિનનો ધર્મ વસ્યો નથી; જેણે દીન દુઃખિતોની કદી અનુકંપા કરી નથી, જેણે સાધર્મિકનું વાત્સલ્ય કર્યું નથી; એ બિચારો ! જૈન ! જીવન હારી ગયા !
ભકિતના ત્રણ પ્રકારે : (૧) સાધર્મિકને જમાડવાની ભકિત કરવાથી તે ભાઈ જૈન 8 ધર્મમાં વધુ સ્થિર થઈ શકે. પ્રેમ પૂર્વક–લાગણીથી જમાડવાથી અધમ ય ધર્મ ઉપર પુનઃ
(૧૩૧]