________________
પર્યુષણ પર્વના
પાંચ
કર્ત
૧ લે
રે
દિવસ
આજ્ઞા ભંગ કરીને ગમે તેટલો લાભ મળતું હોય તો તે લાભ ન લે જઇએ. ધારો કે હું માઈકનો ઉપયોગ કરું. હાલમાં જગ્યાનો અભાવ છે, તેથી માઈકના ઉપયોગથી ઘણી વિશાળ જગ્યામાં બેઠેલને લાભ મળે. અહીં બે પાંચ હજારને લાભ મળતો હોય, ત્યાં ૨૫ હજારને લાભ મળે તેમ હોય, અને સો એ પાંચ પામી જાય તો હજારે પચાસ પામે અને ૨૫ હજારે કેટલો લાભ મળે ? આવા સમયે પ્રભુની આજ્ઞાનો ભંગ કરીને ગમે તેટલો લાભ મળતો હોય તો ય તે લાભ ન ઉઠાવો. એક બાજુ લાભને જમા બાજુ ઉપર મૂકો અને આજ્ઞાભંગને ઉધાર બાજુ મૂકે તે પરિણામે ઉધાર બાજુનું પલ્લું નમશે.
સતી સ્ત્રી માટે શાસ્ત્રનું જે બંધારણ છે તેમાં કાંઈ ગરબડ ન થઈ શકે. કોઈ પુરૂષ તેને કહે કે, “ જો તુ શીલ ખંડિત ન કરવા દે, તો હું ફાંસો ખાઈને મરી જઈશ. તને માનવ હત્યાનું પાપ લાગશે. આવા સમયે સતી સ્ત્રીએ એમ જ કહેવું જોઈએ કે, “ તારે કરવું હોય તે કર, મરવું હોય તો તું જાણે પણ શીલનો ભંગ તે નહીં જ થવા દઉં.”
મુનિનો વેશ શાસ્ત્રીય બંધારણને વફાદાર રહેવા સર્જાએલો છે. માટે તે બંધારણ પ્રમાણે જ આજ્ઞાનું પાલન કરવું. વેષ પહેરનાર માટે આજ્ઞાપાલન ફરજિયાત છે. કોંગ્રેસ પક્ષમાં રહીને સામ્યવાદની વાત કઈ માણસ કરે તે ? કેંગ્રેસ પક્ષનું બંધારણ અલગ છે અને
તે
(૧૨)
૨