________________
જ
&
ત્રીજું કર્તવ્ય |
પર્યુષણ પર્વના પાંચ કર્તા ૧ લે દિવસ
ક્ષમાપના
á
BEAR
મૃત બાળકની માતાને તે બાળક ઉપર ભયંકર કાળ ચઢી ગયે. “મારા બાબાને આ છોકરાએ મારી નાખ્યો તે હવે તેનો ટટો હું પીસી નાંખું, ત્યારે જ મને શાતિ થશે.” આ વિચાર તેને પ્રતિક્ષણ આવવા લાગ્યો. જ્યારે પેલા બાળકને જુએ અને તેને થાય કે,
“હમણાં જ આને મારી નાખું; આની ગળચી દાબી દઉં.” આવા ભયંકર વિચાર આવે. છે પણ...આ બાઈ શ્રાવિકા હતી તેથી તેને સાધ્વીજી મહારાજ પાસે જવાનો મહાવરે હતો. એક દી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ આ બાઈ સાધ્વીજી પાસે બેઠી. શ્રાવિકાનાં જીવનમાં ધર્મ શી રીતે ઉતારવો તે કામ સાધ્વીજી મહારાજનું છે. સાધ્વીજીઓ શ્રાવિકાઓના ગાઢ સંપર્કમાં હોય છે. સીધો સંબંધ હોવાથી વાતચીત દ્વારા તેમના જીવનને તેઓ ખૂબ સુંદર
ઓપ આપી શકે છે. એકે એક સાધ્વીજી મર્યાદા પૂર્વક સંયમ-જીવન જીવવા સાથે જ આવું છે પરકલ્યાણ કરે તે આજે શાસન જયવંતુ થઈ જાય.
ખૂનનાં વિચાર કરતી શ્રાવિકાએ પેટ છુટ્ટા સઘળી વાત સાધ્વીજીને કરી. સાધ્વીજીએ છે શ્રાવિકાને પૂછયું કે, “તું તે બાળકને મારી નાખીશ, તેથી શું સારું બાળક પાછું આવશે
ખરૂં ? તું પુત્ર વિહેણ બનીને પુત્ર વિયોગનું કેવું ભયંકર દુઃખ ભોગવી રહી છે તો તેવું દુઃખ બીજી સ્ત્રીને પુત્રવિહોણી બનાવીને તું આપવા માગે છે?”