________________
श्रीजैन कथासंग्रहः
યથામતિ આ ગ્રંથનું સંપાદન કર્યું છે. સંદર્ભોના અનુસંધાનાદિ દ્વારા ક્વચિત્ અશુદ્ધિઓ દૂર કરવાનો યથામતિ પ્રયાસ કર્યો છે. ક્યાંક અધરા શબ્દોના સરળ પર્યાયવાચી શબ્દો કે અર્થ નીચે ટીપ્પનમાં મુક્યા છે.
બધાજ ગ્રંથો સરળ સંસ્કૃતભાષામાં હોઇ સંસ્કૃતના પ્રાથમિક અભ્યાસુઓને આ કથાગ્રંથ ખૂબ જ ઉપયોગી થઇ પડશે. મહાપુરૂષોના આદર્શજીવન ચરિત્રો- શૈલીની રોચકતા-ભાષાની સરળતા વિ.વિ. દ્વારા આ ગ્રંથ અનેક આત્માઓને અનેક રીતે ઉપયોગી થઇ પડશે.
બધીજ કથાઓ નાની પણ રોચક છે. ૫.પૂ. ગુરુદેવશ્રી આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિ મ.સા.ના આશીર્વાદથી શ્રીજૈનકથા સંગ્રહના સ્વરૂપમાં અન્ય પણ અનેક છુટીછવાઈ કથાઓને સંગ્રહિત કરી સંપાદન કરવાની ભાવના છે...
પ્રસ્તુત સંપાદન કાર્યમાં મારા સહવર્તી સેવાભાવી લઘુબંધુ મુનિશ્રી અપરાજીત્ વિજયજી મ. તથા મુનિશ્રી રત્નબોધિ વિજયજી મ. નો સુંદર સહકાર મળેલ છે,
અંતે પ્રસ્તુત કથાગ્રંથના વાંચન મનન થી અનેક આત્માઓ મહાપુરુષોના અદ્ભુત આદર્શો અને આલંબનોને નજર સમક્ષ રાખી તેમના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરવા દ્વારા આત્મહિત સાધે
એજ અભ્યર્થના.... મુનિ કલ્યાણબોધિ વિજયજી
श्रीजैन
कथासंग्रहः