________________
श्रीजैन कथासंग्रहः
પ્રકાશકીય
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ સાત ક્ષેત્ર પૈકી આગમોના પુનરુદ્ધારનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે....લગભગ ૧૭૫ થી ઉપર આગમાદિ પ્રાચિન પ્રતિઓની ૪૦/૪૦૦ નકલ કરી ભારતભરના સંઘોમાં ભેટ રૂપે મોકલી આપી છે. ને હજી આ શ્રુતોારનું કાર્ય દેવ ગુરુની અસીમ કૃપાથી ચીલ ઝડપે ને સુંદર રીતે આગળ વધી રહ્યું છે.
આજે શ્રી જૈન કથા સંગ્રહ ભાગ-૩.. ને પ્રકાશીત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદ અનુભવે છે.... પૂર્વના મહર્ષિઓએ જે આદર્શ મહાપુરુષોના જીવન ચરિત્રનું આલેખન કર્યું છે તે નાની નાની છુટી છવાયી ને અદ્ભુત આદર્શરૂપ કથાઓ પુનઃ સંપાદિત થતા એક વિશિષ્ટ કથા સંગ્રહ ગ્રંથ જૈન સંઘમાં પ્રકાશીત થઇ રહ્યો છે...
કથાઓના પુર્વ પ્રકાશક પ્રત્યે આ પ્રસંગે ખૂબજ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજે આ કથા સંગ્રહને સંપાદિત કરવાનો સુંદર પ્રત્યન કર્યો છે...
અંતે આ મહાપુરુષોના કથાચરિત્રના વધુ ને વધુ વાંચનથી તેના આદર્શોને સામે રાખી અધ્યાત્મિક વિકાશની કેડીએ સૌ કોઈ આગળ વધતા રહે એજ એક અભ્યર્થના
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ચંદ્રકુમાર બી. જરીવાલા નવીનભાઈ બી. શાહ
ટ્રસ્ટીઓ
લલિતભાઈ આર કોઠારી પુંડરીકભાઈ એ. શાહ
श्रीजैन कथासंग्रहः