________________
(f
'
કરવા જતા
આવા અમૂલ્ય પ્રકાશનની જરૂરિયાત પણ હોવાનું તેઓ એ કહ્યું હતું. અને મારા આ ઉત્તમ કાર્યમાં આગળ વધવા સુભાશિષ પણ આપી હતી. તેની હું નોંધ લેવાનું યોગ્ય માનું છું.
- આ પ્રકાશનને મૂર્ત સ્વરૂપ આપવાનું સૂચન આજથી બાર વરસ ઊપર સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજીએ મને અમદાવાદના લુણાવાડાની પાળના ઉપાશ્રયે કર્યું હતું. પ્રસ્તુત પ્રકાશનના શરૂઆતના ૧૬ પાનાં છપાઈ ગયા પછી, નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક અને મારા પરમ ઉપકારી ગુરુ દેવ પન્યાસજી શ્રી અભય સાગરજીએ પ્રતના પાને પાને પ્રસિદ્ધ કરેલ સંગીત અને નાટયશાસ્ત્રનાં રૂપોને બીજા રંગમાં છાપવાથી ગ્રંથની મહત્તા વધશે; એવું સૂચન મને અમદાવાદના ખાનપુરમાં આવેલા શેઠ માણેકલાલ મનસુખભાઈના જન ઉપાશ્રયમાં કરવાથી જ, આ પ્રકાશન આવી સુંદર રીતે હું રજૂ કરી શક્યો છું, તે માટે સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી કે જેઓએ આ ગ્રંથ તૈયાર કરવાની પ્રેરણા આપી હતી, અને મોટા ભાગની હસ્તપ્રતો તેઓશ્રીના સહકાર વિના મેળવવી મારા માટે અશકય જ હતી, તેથી તેઓશ્રીને જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. વળી, મારા આ પ્રકાશનમાં કીમતી સૂચનાઓ આપવા માટે અને હાલમાં છપાઈ રહેલ પડાવશ્યક સૂત્ર ૧૪૭ ચિત્ર સહિત ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે વારંવાર પ્રેરણા આપનાર મારા પરમોપકારી ગુરુ દેવ શ્રી અભયસાગરજીને પણ હું અત્યંત રૂણી છું,
ઓ આ ગ્રંથ અથથી ઇતિ સુધી આવી સુંદર રીતે છાપીને તૈયાર કરવાનું સમસ્ત કામ દીપક પ્રિન્ટરીમાં કરવામાં આવેલું છે, તે માટે તેના માલિક જયંતીલાલ રાવત અને ભાઈ કીરીટ રાવતની સતત દેખરેખને લીધે જ આ સુંદર પ્રકાશન તૈયાર થયેલ છે. હવે પછી મારા તરફથી પ્રકાશિત થનાર પ્રભુ મહાવીર નામના અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ૧૬૮ ચિત્રો સહિત
સં. ના. ૩. વિ. lan Educatબીસીસૂત્ર
Fat Panel