________________
Bય 112]
લીધે એનાં બન્ને ગાલ ઝગારા મારતા હતા. એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટતી એવી લાંબી વનનાં ફૂલેથી ગુંથેલી માળા એણે પહેરેલી; એ એ ઇંદ્રિ સૌધર્મ નામના ક૯૫માં-સ્વર્ગમાં આવેલા સીધવતંસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્રનામના સિંહાસનમાં બેઠેલા હતા.
૧૪ ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસ, ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશત્રાયશ્ચિશ દેવો, ચાર લોકપાલો, પોતપોતાના પરિવાર સાથેની આઠ મોટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સૈન્ય, સાત સેનાધિપતિઓ, ચાર ચેરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવ અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણાં વૈમાનિક દેવ અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણુ ભેગવતો રહે છે, એટલે એ બધી પોતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંને તે અગ્રેસરપુરપતિ-છે, સ્વામીનાયક-છે ભર્તા-પષક છે, અને એ બધાને તે મહત્તર-મહામાન્યગુસમાન-છે, તથા એ બધાં ઊપર પોતાના નિમેલા માણસે દ્વારા ફરમાવીને પોતાનું એશ્વર્ય અને આઝાદાયિત્વ બતાવતો રહે છે. એ બધાં ઊપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પોતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતા અને પોતાની પ્રજાને પાળતા તથા નિરંતર ચાલતાં નાટક, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીજાં વાજંઓ અને મેહની જે ગંભીર અવાજવાળા મૃદંગ તથા સરસ અવાજ કરતા ઢાલ એ
સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૨૫
Fare USD