________________
इपी
प्रथम ||शाखा
સં. ના. રૂ. વિ.
ખારસાસૂત્ર-૧૨૭
in Education International
મંગળમય પિરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા:
૧૧૨ હે નંદ! તારો જય જય થા, હે ભદ્ર! તારો ય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઈંદ્રિયાને જિતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, વિશ્નોને જિતી લઈને હે દેવ ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપદ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લાન હણી નાખજે, ધૈર્યના મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર ! તું ત્રણલાકના રંગમંડપમાં વિજય પતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરજ્ઞાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરુપ મોક્ષને મેળવજે, પરીષહાની સેનાને હણીને હે ઉત્તમ ક્ષત્રિય !-ક્ષત્રિયનર પુંગવ ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસો સુધી, બહુ પક્ષા સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુ સુધી, બહુ અયના સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગાથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તુ વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્ન ન થાઓ; એમ કહીને તે લોકો ભગવાન મહાવીરના જય જય નાદ ગજવે છે. ૧૧૩ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જોવાતા જેવાતા,
For Personal & Private Use Only
या
दिशाश
૧૨૭ www.alnettyofg