SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાનો વિચાર કરીને અને પોતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુને જે તે પહેલો માસ અને પહેલા પક્ષ એટલે માગશરને વ૦ દિવ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની વે દિ દશમને. દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણે પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પૌરૂષી થવા આવી હતી તે સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહુર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવ માનવો અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા. એટલે ગળામાં સેનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટક હતાકેટલાક મુખમંગળિયા-મુખે મીઠું બોલનારા-હતા, વર્ધમાનક એટલે પોતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા. કેટલાક ચારણો હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ધાંટિક હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઇને ભગવાનના કુલમહત્તરો તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણ, શિવરુપ ધન્ય સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૨૬ Jain Education International For moal U ly
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy