________________
ઉંચા મૂકાવા એટલે કે ચૂપથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવે અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપે એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છો એમ તમે મારી પાસે આવીને જણાવો.
| ૯૮ ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યા છે એવા નગરસિકો એટલે નગરની સંભાળ લેનારાએ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને થાવતું ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઉંચા મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામ કરીને જયાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરસિકે ાય છે. જઈને પોતાના બન્ને હાથ જોડીને અને માથામાં અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને એને એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે.
૯૯ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ, વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત થઇને તમામ પ્રકારનાં વાજાં વગાડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટાં લશ્કર સાથે.
વિ. ૩. સં. ના. lain Lention. ખીરસાસૂત્ર-૧૧૧
Famoa San Day