________________
પ્રકારનો વિચાર-ચિતવન–અભિલાષારૂપ—મને ગત-સંક૯પ-જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે.
૯૦ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બેલી ખરેખર મારો ગર્ભ હરાયે નથી, યાવતું મારો ગર્ભ ગળે પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતા નહોતા તે હવે હલવા લાગે છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણી એમ રહેવા લાગે છે. - ૯૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતને અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ.
૯૨ પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ, બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલ પ્રાયશ્ચિત્તો કર્યા. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તુરા, અતિશય ખાટાં, અતિશય ગળ્યાં, અતિશય ચીકણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ, અને માળાઓ તેજી દીધાં અને તુને રોગ્ય સુખ આપે એવાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ ધારણ કરતી તે રોગ
સં. ની. રૂ. વિ. બારસાસૂત્ર-૧૦૦
૧00
in destinn
Farmonal
Day
# કોઈ નથી