________________
પર્યુષણ અષ્ટાબ્લિક વ્યાખ્યાન
ત્યારે પિતાની પત્ની સાથે કઇ પુરષને સૂતેલે જોઈ ક્રોધિત થઈ તલવાર કાઢી બન્નેને કાપી નાખવા જતા હતા, તેને નિયમ યાદ આવતા, તે પાંચ-સાત ડગલા પાછા હઠવા ગયે, ત્યારે તેની તલવાર પાછળની ભીંત સાથે અથડાતા મોટો અવાજ થયે, અને તે સમયે પુરુષવેશે સૂતેલી એવી તેની
હેન જાગી ગઈ અને બોલી “માર વિરે વંકચૂલ ઘણું ” ત્યારે પોતાની બહેનના આ શબ્દ સાંભળી વંકચૂલે તલવાર મ્યાન કરી દીધી અને કહ્યું. બહેન પુરષના વેશમાં તું ભાભી સાથે કેમ | સૂઇ ગઈ ? ત્યારે તેની બહેને કહ્યું, આપણી પલ્લીમાં નટો નૃત્ય કરવા માટે આવ્યા હતા, મોડી રાત સુધી નૃત્ય ચાલ્યું. તમારી ગેરહાજરીની કોઈને ખબર ન પડે એટલે હું તમારેજ વેષ પહેરીને ભાભી સાથે નૃત્ય જોવા ગઈ હતી, પછી મોડી રાતે ઘરે આવી ત્યારે ખૂબજ ઉંધ આવતી હતી તેથી એજ વેષે ભાભી સાથે સૂઈ ગઈ. વંકચૂલે કહ્યું, ઉપકારી એવા ગુરુમહારાજે મને નિયમ ન આપ્યો હોત તો તમને બંનેને એકજ ઝાટકે મારી નાખી, હું આખી જીંદગી પશ્ચાત્તાપથી તપતે રહી મરણ પામત, અરે ! આવા ઉપકારી ગુરુદેવ આખું ચાતુર્માસ ગામમાં રહ્યા હતા છતાં અભાગીયા એવા મેં એમના ઉપદેશનો લાભ ન લીધો અને બીજાને પણ એમના ઉપદેશથી વંચિત રાખ્યા, તેનો પશ્ચાત્તાપ કરવા લાગ્યા,
કઈ વખત વલ ચોરી કરવા માટે રાજાના મહેલ ઉપર ચડી ગયે. રાજાની પટ્ટરાણી જાગતી |
|
1
||
For Persona & Private Use Only
Jain Education
winebrary og