________________
પર્યુષણ અષ્ટાક્ષિક વ્યાખ્યાન
શાન, ચારિત્રરૂપ અત્યંત દુલભ એવા તારક જૈનધર્મને અત્યંત સારી રીતે આરાધીને હે જીવ! અનંત અવ્યાબાધ એવા શિવસુખને પ્રાપ્ત કર, એવી ભાવના ભાવવી તે. એ રીતે બાર ભાવના ભાવવાનું કર્તવ્ય કહીને હવે નિયમ લેવા જોઈએ એ કર્તવ્ય કહે છે. - તથા સર્વ દુઃખથી મુક્ત થવા ઈચ્છતા આત્માઓએ નીચે જણાવ્યા પ્રમાણેના નિયમો અવશ્ય લેવા જોઈએ, અને સારી રીતે પાળવા જોઈએ. (૧) દરરોજ નવકારસી પિરિસી આદિ પચ્ચકખાણ કરવાના નિયમ લેવા. (૨) રાત્રિએ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો નિયમ લે. (૩) મધ, માખણ, મદિરા અને માંસ એ ચારે મહાવિગઈઓના ત્યાગના નિયમ લેવા. (૪) કાંદા, બટાટા, ગાજર, લસણ, આદુ, કદ વગેરે કંદમૂળાદિ બત્રીશ અનંતકાયના ત્યાગના નિયમ લેવા. (૫) ચૂર્ણ થાય એવા કડક નહી કરેલા રોટલા, રોટલી, ખાખરા, પૂરી, થેપલા, ભજીયા વગેરે વાસી અન્ન ન ખાવાના નિયમ લેવા. (૬) કાચા એટલે કે નહિ ઉકાળેલા દૂધ, દહીં, છાશરૂપ ગેરસ સાથે કઠોળ ન ખાવાના નિયમ લેવા. (૭) જેના રૂપ, રંગ, રસ, ખરાબ થઈ ગયેલ હોય એવી ચલિતરસ વસ્તુઓને ન ખાવાના નિયમ લેવા. (૮) ચૂર્ણ થાય એવા નહીં મુકાયેલા ત્રણ દિવસ ઉપરાંતના |
અથાણા ન ખાવાને નિયમ લે. (૯) દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને કડા એ છ વિગઈમાંથી શક્ય એટલી વિગઈઓને દરરોજ ત્યાગ કરવાનો નિયમ લે. (૧૦) અણગળ પાણી ન પીવાનો
Jain Education International
For Personal & Private Use Only
wwainbrary og