________________
પર્યુષણ | અષ્ટાહિક વ્યાખ્યાન || ૧૧||
શક્તિ પ્રમાણે ત્રતનિયમો સ્વીકારવા જોઈએ, અને અમારિ પળાવવી જોઈએ.
બીજું કર્તવ્ય સાધમિકવાત્સલ્ય :- તે સાધમિકવાત્સલ્યને શક્તિ પ્રમાણે થોડા પૈભવવાળાએ પણ પૂણીયા શ્રાવકની પેઠે અવશ્ય કરવું જોઇએ. મહાસમૃદ્ધિવાળાઓએ તો ભરત ચક્રવર્તી વિગેરેના દ્રષ્ટીને વિચારીને છૂપાવ્યા વિના શક્તિ પ્રમાણે સાધમિક વાત્સલ્ય અવશ્ય કરવું જોઇએ. એ વિષયમાં કાણતા ન કરવી જોઈએ. ધન ચૌવન જીવન વિગેરે સવ વિનશ્વર છે, તેથી વિનશ્વર એવા ધન વિગેરેથી અક્ષય સુખને આપનાર એવું સાધમિકવાત્સલ્ય અવશ્ય કરવું જોઈએ. એ સાધમિકવાત્સલ્ય તપશ્ચર્યાના પારણે અને તપશ્ચર્યાના આગલા દિવસે વધારે ફલને દેનાર છે. શાસ્ત્રોએ
દરરોજ દાન આપીએ તો તે દાન પુણ્ય બાંધવાના સમ્યક કારણરૂપ બને છે, પરંતુ તપશ્ચર્યાના પારણે અને તપશ્ચર્યાના પહેલાના દિવસે જે ઉત્તરપારણું કરાવાય કે પ્રયત્ન કરાવાય તો એ દાન અધિકફળને આપનાર છે. કારણકે કૃત્તિકાદિ નક્ષત્રોમાં વર્ષે મેઘ અન્નને આપે છે, પરંતુ સ્વાતિનક્ષત્રમાં જે મેઘ વર્ષે તે નિમલ અને કીંમતિ એવા સ ચા મોતીઓને ઉત્પન્ન કરી દે છે, એ રીતે સમજવું. ૧
વળી સાધમિક વાત્સલ્યના વિષયમાં શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં આ પ્રમાણે કહેલ છે, સાધમિકેનું
A ૧૫ |
Jain Education Intematonal
For Personal Private Use Only
www.janeibrary.org