________________
પણ હ તે અભણ ! મારામાં કયાં શકિત છે? તે ભાવના શે સાકાર થાય ? કોને કહેવું ? આસડે સંઘ સમક્ષ પિતાની ભાવના વ્યકત કરી. સંઘે વિબુધચંદ્રસૂરિને આ ચરિત્ર રચવા વિનંતી કરી. તેમણે આવા મહાન કાર્ય કરવાની ક્ષમતા લક્ષમણુગણિમાં જઈને સંઘની વિનંતીથી લમણુગણિએ આ જ ધંધુકા નગરમાં પ્રસ્તુત ચરિત્ર રચવાનો પ્રારંભ કર્યો. રાતદિવસ જોયા વગર કામમાં લાગી પડયા ભૂખ, તરસ ભૂલી કામમાં ઓતપ્રોત બની ગયા. અંતરમાં પડેલી પરમાત્માની ભકિત કલમના માધ્યમ દ્વારા જગત સમક્ષ આવી. પિતાની વિદ્વતા-અંતરની ભકિત ને સંઘની શુભેચ્છા સાથે સરસ્વતી અખલિતપણે વહેવા લાગી ને જોતજોતામાં તે ૧૨૯૯ ના મહા સુદ ૧૦ ના ગુરૂવારે મંડલિપુરી (માંડલ)માં સુબાસુય (સંપાસુક)ની વસતિમાં આ ચરિત્ર પૂર્ણતાને પામ્યું.
નૈવિધ્ય : લગભગ ૧૦ હજારથી પણ અધિક પ્લેકપ્રમાણ આ ચરિત્રમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના અથથી ઇતિ સુધીના જીવનચરિત્ર ઉપરાંત શ્રાવકના અણુવ્રતને તેને નિરતિચારપણે પાળી સદ્ગતિ પામનારાઓના દ્રષ્ટાત-વ્રતના અતિચારોનું સ્વરૂપ ને તેને આચરનારાઓની થતી દુર્દશાઓના રોમાંચક ચિતારે, મોક્ષમાર્ગના મૂળ સમાન સમ્યગદર્શનનું સ્વરૂપ, તેને મહિમા, તેના ભેદ વિ. નું ય સુંદર સંકલન કરવામાં આવ્યું છે.
ત્રણ પ્રસ્તાવમાં આ ગ્રંથને વિભકત કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રસ્તાવમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના પૂર્વાભના વર્ણન તથા કેવી રીતે તેમણે તીર્થંકરનામકમ નિકાચિત કર્યું.? વિગેરે પર પ્રકાશ પાથર્યો છે.
બીજા પ્રસ્તાવમાં તેમનો જન્મ મેરૂપર્વત પર તેમને જન્માભિષેક-વિવાહ-દીક્ષા-આદિનું વર્ણન છે. તથા ત્રીજા પ્રસ્તાવમાં કેવળજ્ઞાન, અનેક પ્રકારના આસનો તથા તપનું વર્ણન કરવામાં આવ્યું છે.
in Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org