________________
पाइअविन्माणकहाण
आमुख
૯૯૯૯૯૯૯૯૭૯૯૯૯૯૯૯૯૯૯૯૯હાઉ
હલકા કુળમાં જન્મેલાં જ સારું વર્તન કરે તે ઊંચે આવી જાય છે. આ વાત એ હકીકત સમજાવે છે. વિશેષ ખ્યાલ રાખવાની અહીં ખાસ જરૂર તે એ છે કે આવી વાતને આગળધરીને જાતિથી નીચતા જેવું કાંઈ છે જ નહીં એવું મન્તવ્ય કેટલાક પુષ્ટ કરતાં હોય છે. પણ એ એક અજ્ઞાન છે. મિથ્યા વિચારણા છે.
૧૦૪ (૪૯):-સુલસાની આ કથા છે. આવતી ચોવીશીમાં તીર્થંકર થનાર એ ઉચ્ચ આત્મા છે. તીર્થકરના જીવની વિશેષતાઓનું સુન્દર દર્શન અહીં થાય છે. દર્શનની દૃઢતા અજોડ છે, એવી દૃઢતા મળે તે કામ થઈ જાય. તીથ કરપરમાત્મા પણ જેને ધર્મલાભ કહેવરાવે એવું સૌભાગ્ય વિરલાને જ વરે. અંબડની આકરી પરીક્ષામાં પસાર થયા પછી એ ધર્મલાભ હાથમાં આવે છે. આ બધી વાતે લક્ષ્યમાં લેવા જેવી છે.
૧૦૫ (૫૦):-શરીર અને સંયમ એ બે વચ્ચે ખટપટ અનાદિ કાળથી ચાલી જ આવે છે. મોટે ભાગે પ્રથમ પક્ષ જ બળવાન રહ્યા કર્યો છે. જ્યારે બીજો પક્ષ બળવાન બને એટલે ખલાસ, ખટપટ પૂરી થાય. આ બે મુનિની કથામાં બીજા પક્ષનાં બળની વાત છે. એવું બળ મેળવવા ભાગ્યશાળી બનવા તત્પર થવાનું આ વાતમાંથી શિખવા જેવું છે.
૧૦૬ (૫૧)-સ્વયંભૂદત્ત મુનિની આ કથા છે. થોડો પણ પ્રમાદ-સ્નેહ આડે આવી જાય તે હાથમાં આવેલી વાત વિણસી જાય. સુગુપ્ત અને સ્વયંભૂદત્ત બે બધુઓ છે. દુકાળ પડે છે અને બન્ને બધુઓ સાથે સાથે પરદેશ ચાલ્યા છે. જંગલમાં ધાડ પડે છે. જોકે નાશભાગ કરી મૂકે છે. સ્વયંભૂદત્તને ભિલે પકડી જાય છે. ને ચામુંડાદેવીને ભેગી દેવાની તૈયારી કરે છે. એટલામાં પલ્લીમાં ઉપદ્રવ થાય છે ને ભેગ દેવાનું રહી જાય છે. તે
ત્યાંથી નાસી છૂટે છે. તેને સર્પદંશ થાય છે. ચારણ મુનિ તેને વિષમુક્ત કરે છે. અહીં સર્ષ કયાં, કયારે, કે કરડયો હોય તે જીવ બચે અને ન બચે એ અધિકાર જાણવા જે છે. મુનિ સંસારી જીવને બચાવી શકે કે નહીં ?
For Personal & Private Use Only
છે
Jan Education Interational
www.ainelibrary.org