________________
पाइअविन्नाणकहा.
आमुख
I
૯૨ (૩૭):-કાષ્ઠ મુનિની આ કથા જગમાં છે કેવી વિચિત્ર પ્રકૃતિ ધરાવતા હોય છે. અને તેમાં ધર્મની આરાધના કરનારને કેટલું સાવધ રહેવું પડે છે-સહન કરવું પડે છે. એ સમજાવે છે.
૯૩ (૩૮):--સાગર શેઠના જેવા વિશ્વમાં ડગલેને પગલે મળી આવે છે. લેભના બૂરા પરિણામ કેવા આવે છે. એને ચીતાર આ કથામાં છે.
૯૪ (૩૯)-કૂર્મપુત્રની આ ધમકથા અનેખી છે. ગૃહસ્થલિંગે કેવળજ્ઞાન તે થાય પણ તે થયા પછી ગૃહવાસમાં છ- છ મહિના રહેવાનું અને એ આ ચરિત્રમાં છે. બે હાથના શરીવાળાને કેવળજ્ઞાન થઈ શકે તેનું આ દૃષ્ટાન્ત છે. પૂર્વ જન્મ તે વિચિત્ર છે. પણ જીવ સમજણના ક્ષેત્રમાં આવ્યા પછી શુભભાવનાને બળે થોડા સમયમાં કેવું સાધી લે છે–તે આ કથાથી સમજાય છે.
૯૫ (૪૦)-પરોપકાર કરનારા પાછું વાળીને જોતાં નથી. વિક્રમાદિત્યની આ વાર્તા અપકારકરનાર ઉપર પણ કે ઉપકાર કરે છે તે જણાવે છે.
૯૬ (૪૧):- ધન દાટનારા ગમે તેટલા સાવધ રહેતા હોય તે પણ દાટેલું ધન પછીથી પિતાના હાથમાં આવશે એમ માનવું કેવું ભૂલ ભરેલું છે એ વાત સમજવી સહેલી હોવા છતાં લોભ વશ જીવ એ સમજી શકતા નથી. ચારની આવી હકીક્ત સહસમક્ષની વાતમાં પૂર્વભૂમિકા રૂપે પણ મળે છે. વાત વાંચવા જેવી છે તે કરતાં વિચારવા જેવી વિશેષ છે.
૯૭ (૪૨): સનત કુમાર ચક્રવતી અત્યન્ત સ્વરૂપવાન હતા. પણ રૂપનું અભિમાન કર્યું અને બાજી બગડી ગઈ. છતાં એ સાત્વિક આત્માએ બગડેલી બાજી સુધારી લીધી. બગડતી બાજી સુધારી લેવી એ પરમ શિક્ષણ છે. આ કથાથી એ સર્વ શિખવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
ainelibrary.org