________________
આ ગ્રંથને વિ. સં. ૧૯૯૧માં પાલિતાણુ નિવાસી મુળજીભાઈ ઝવેરચંદ સંઘવી અને અમદાવાદ નિવાસી નાગરદાસ પ્રાગજીભાઈ આ બન્નેએ પૂજય ક્ષાન્તિમુનિગણિના ઉપદેશથી પ્રકાશિત કર્યો હતો. તે ગ્રંથ આજે જીર્ણશીર્ણ થઈ ગયો હોવાથી, અને અલભ્યપ્રાય: હોવાથી, અમે તેનું પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આ પ્રસંગે ઉપરોક્ત બન્ને મહાનુભાવોની શ્રતભક્તિને નમન કરી, કૃતજ્ઞતાના ભાવને અનુભવીએ છીએ.
પરમપૂજય સિદ્ધાંત મહોદધિ વાત્સલ્યવારિધિ સચ્ચારિત્ર્ય ચૂડામણિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી, પરમપૂજય વર્ધમાન તપોનિધિ દ્વિશતાધિકમુનિગણુનેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પુનિત આશીર્વાદથી અને પરમ પૂજય બૈરાગ્યદેશના દક્ષ પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રી વિજય હેમચંદ્રસૂરિ મહારાજસાહેબની પાવન પ્રેરણાથી શ્રતભકિતનું અમારું આ કાર્ય સુંદર પ્રગતિ સાધે, એજ શાસનદેવને પ્રાર્થના.
લી.
શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ
ટ્રસ્ટીઓ
(૧) ચંદ્રકમાર બી. જરીવાલા (8) નવિનચંદ્ર બી. શાહ
(૨) લલિતભાઈ આર. કોઠારી (૪) પુંડરીક એ, શાહ
in Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org