________________
હાથી આઠમાં દેવલોકમાં અને સર્પ મરી પાંચમી નરકે ગયા.
ત્યાંથી હાથીને જીવ કિરણવેગ નામને વિદ્યાધર થયો. વૈરાગ્ય પામી, દીક્ષા અંગીકાર કરી. સપને જીવ ફરી કાલવિષ સર્ષ થયો. ફરી વેરની જવાલામાં સળગતા સર્ષે વિદ્યાધર મુનિને દશ આપી, મારી નાખ્યા બારમાં દેવલોકમાં ગયા સ૫ મરીને નરકમાં ગયે.
ત્યાંથી નીકળી કિરણુવેગને જીવ વજનાભ રાજા તરીકે અને સ૫ ભિલ તરીકે થયો, વછનાભ મુનિને બાજુથી ઘાત કરતા મધ્યમ શૈવેયકમાં ઉત્પન્ન થયા. ભીલ સાતમી નરકમાં ગયો.
ત્યાંથી વજાનાભને જીવ સુવર્ણ બહુ ચક્રવર્તી તરીકે અને ભીલને જીવ સિંહ તરીકે થાય છે. વૈરાગ્ય પામી, દીક્ષા ગ્રહણ કરી, શિસ્થાનક તપની આરાધના કરવા વડે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. અને સિંહના ઉપસર્ગથી કાળધર્મ પામી દશમા દેવલેકમાં ઉત્પન્ન થયા. સિંહ ચેથી નરકમાં ગયો.
દશમાં દેવલોકમાંથી એવી પાર્શ્વનાથ પ્રભુ વામદેવી માતાની કુક્ષિામાં પધારે છે. સિંહને જીવ અનેક ભવમાં ભમી કમઠ તરીકે ઉત્પન્ન થાય છે. અત્યંત દુઃખિતાવસ્થાથી વૈરાગ્ય પામી તાપસ દીક્ષા અંગીકાર કરે છે, અને ઘોર અજ્ઞાન તપ કરે છે. પ્રભુ કરુણુદ્ધ થઇ, અજ્ઞાન તપ માંથી નિવારે છે. પણ “સાપને પીવડાવેલું દૂધ ઝેર થાય” એ ન્યાયે પ્રભુ ઉપરના વેરની જવાળા વધુ જવલંત બને છે. મરીને મધમાલી દેવ થાય છે.
For Personal & Private Use Only
w
rong