________________
Jain
FREDERERERERERERERERERERE
ક્યા, હરે
મનની વ્યથા
મુનિધર્મતિલક વિજય
અનાદિકાળથી ભટકતાં આ જીવે આજ સુધી અનેક વેશો-રૂપો ભજવી નાંખ્યા અને તે રૂપો ભજવામાં જ આનંદ માનતો હોવાથી મોક્ષે જવાની ઈચ્છા જ ન થઈ. અને તેથી તે રૂપો ભજવવા દ્વારા પરંપરાએ અનંત દુઃખોનો ભોક્તા પણ તે બન્યો. આ રીતે આવા અનંતાઅનંત રૂપો આપણા જીવે ભજવ્યા-અનંતાઅનંત દુઃખો ભોગવ્યા. હવે તે રૂપોની વણઝારમાંથી બહાર નીકળવા માટે જૈનશાસનમાં
ચાર અનુયોગ બતાવવામાં આવ્યા છે. તેમાં સહજને સરળ અને બાલભોગ્ય હોય તો ‘ધર્મકથાનુયોગ’ છે. ધર્મકથાનુયોગમાં સેંકડો કથાઓ આવે છે તે પૈકીની જ આ રૂપસેન રાજકુમાર ચરિત્ર સ્વરૂપ આ કથા શ્રી મન્મથરાજાના પુત્રથી આરંભાતી આરંભાતી કર્મોના અટપટા ગણિતો સમજાતી આગળ વધતી વધતી યાવત્ કનકપુરના રાજા કનકપ્રભની રાજકુમારી કનકાવતી સુધી લંબાય છે. તેમાં ઘણા ઉતાર ચઢાવ આવવા પૂર્વક પૂર્વજન્મના ચાર નિયમના પ્રતાપે દુન્યવી દૃષ્ટિએ ચાર અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ.
ગૃહીત નિયમો
(૧) દરરોજ જિનદર્શન કરી સાથિયો કરીશ (૨) મોટા જીવોનો ઘાત કરીશ નહિ (૩) યથાશક્તિ સુપાત્રમાં દાન આપીશ (૪) રાત્રિભોજન કદાપિ કરીશ નહિ
વસ્તુપ્રાપ્તિ
(૧) પહોળી કરવાથી ૫૦૦ દીનાર રોજ આપનારી કંથા (૨) નિર્જીવભૂત વસ્તુને તાડન કરવાથી સજીવન કરનાર દંડ (૩) લાખ મનુષ્ય યોગ્ય ભોજન આપનાર પાત્ર (૪) મનોવાંછિત સ્થળે લઈ જનાર પાદુકા
For Personal & Private Use Only
FRERERERERERERERERERERERY