________________
प्रस्तावना
चदरायचरिए
આના અંતમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય શ્રીએ આ પ્રાકૃત રચના સં. ૨૦૨૨માં ખંભાતમાં કરી હતી. કવિશ્રી મદનવિજ્યજીએ (લટકાળા) રચેલ ગુજરાતી “ચંદરાજાના રાસ' ઉપરથી કરી છે–તેમ અંતમાં સ્પષ્ટ જણાવ્યું છે.
આ ચરિતમાંથી કેટલીક ઘટના આશ્ચર્ય ઉપજાવે તેવી અને કેટલાકને અસંભવિત લાગે તેવી છે. કવિ શ્રીમેહન વિજ એ પ્રાકૃત, સંરકૃત પ્રાચીન કયા ગ્રન્થને આધારે એ રાસ રચે ? તેની શોધ ખોળ બાકી છે. કોઈ પ્રાચીન પ્રાકૃત-મુનિસુવ્રત ચરિતમાં આ કથાને આધાર હશે, તે સંશોધન કરવા જેવું છે.
આ ચરિત કથા-ગ્રંથની વિષયાનુક્રમણિકા પ્રાકૃતમાં દર્શાવી છે. તથા અમે આ સાથે ગુજરાતીમાં સંક્ષિપ્તસાર દર્શાવ્યો છે, તે પરથી ચરિતની ઘટનાઓની માહિતી મળી શકશે. મૂળરાસ અત્યારે મારી સામે નથી, તુલનાત્મક અભ્યાસ કરનાર જિજ્ઞાસુ મૂળ ગુજરાતી રાસ સામે રાખી આ પ્રાકૃત ચરિત વાંચશે, તે તેને વિશેષ આનંદ થશે તેમ ધારું છું
શ્રી ચંદરાજ-ચરિત કથાનો સંક્ષિપ્તસાર શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વશમાં તીર્થકરના તીર્થમાં અર્થાતુ હજારો વર્ષો પહેલાં થઈ ગયેલા શ્રીચંદ્રરાજાના આ પ્રાકૃત ચરિતમાં ચરિત્રકારે ચાર ઉદ્દેશ-અધિકારમાં અદ્ભુત રસ ભરી કથા ઘટના આ પ્રમાણે વર્ણવી છે.
પહેલા ઉદેશમાં
(પૃ. ૧ થી ૪૬). મંગલ ગાથાઓ પછી જંબુદ્વીપનું વર્ણન, આભાપુરી નગરીમાં વીરસેન રાજાનું વર્ણન, શિકાર-નિમિરો વક્રગતિ શિક્ષિત ઘોડા દ્વારા રાજાનું અટવીમાં ગમન થાય છે. વીરસેન રાજા વાવમાં પ્રવેશ કરે છે. વીરસેન રાજાની આગળ કન્યા પિતાને પરિચય આપે છે. ત્યાં જેની સાથે સમાગમ થતાં, કન્યા રત્નનું રક્ષણ કરે છે.
રાજાની આગળ સેવકનું હિત વચન, ચંદ્રાવતી કન્યા સાથે રાજાનું પાણિગ્રહણ, ચંદ્રકુમારને જન્મ, વસંત સમયમાં રાજાનું ઉદ્યાનમાં સમાગમન.
Jain Educationem
For Personal & Private Use Only
www.ainelibrary.org