SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ નવમો પલવ 9898888888888888888888888888 એ બને મહર્ષિએ બાર. વરસ સુધી સ્થવિરની. સાથે વિવિધ-દેશમાં વિહાર કરી શ્રી વીરભગવંતની પાસે આવ્યા. શ્રી વીર પરમાત્મા પણ ભૂમિપીઠને પવિત્ર કરતાં ફરીને રાજગૃહીએ પધાર્યા. દેએ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની રચના કરી. તે દિવસે તે બંને મહર્ષિઓને મા ખમણુનું પાક શું હતું, પરંતુ અહં કાર-રહિત તથા ખાવાની ઈચ્છા વગરના તેઓ ગોચરી કરવા. જવાની. રજા લેવા માટે શ્રી વીર ભગવંત પાસે આવ્યા. અને વિનય પૂર્વક તેમણે પ્રણામ-કર્યા તે વખતે વીરભગવંત શાલિભદ્ર તરફ દર પૂર્વક જોઈને કહ્યું કે-“વત્સ ! આજે તને તારી માતા પારણુ કરાવશે” આ પ્રમાણેના વરભગવંતના વચન સાંભળીને તેમની. પાસેથી અનુજ્ઞા લઈ ધન્ય અને શાલિભદ્ર રાજગૃહીમાં આવ્યા. વીરભગવંતના વચનનાં વશરત પણાથી અન્ય સ્થાન છોડીને શ્રી વીર પ્રભુના વચનમાં શું સંદેડ (શંકા) હોય ? તેમ મનમાં નિર્ધાર (નિર્ણય) કરી તેઓ ભદ્રામાતાના આવાસે ગયા, અને તે બંનેએ ધર્મ લાભરૂ૫ આશિર્વાદ આપે, પરંતુ ત્યાં કોઈ બે નહિ, તેમ આદર પણ આપ્યો નહિ, તેઓ અન્ય ભિક્ષાચરને ઉચિત આંગળામાં ઉભા રહ્યા, એક પગલું પણ આગળ વધ્યા નહિ, તેમ બીજુ કાંઈ બેય પણ નહિ, માત્ર સર્વાર્થની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરીને ઉભા રહયા. અહીં ભદ્રામાતા વિચાર કરે છે. “અહો ! હજી પણ મારા ભાગ્ય જાગતા છે, કે જેથી મારો પુત્ર અને જમાઈ બને જે શ્રી વીર પ્રભુની સાથે અહીં આવેલા છે, તેથી ત્યાં જઈને તેમને નમસ્કાર કરીને અતિ ભક્તિપૂર્વક આમંત્રણ કરૂં અને જે તેઓ પધારે તે આનંદથી ભાત પાણી વડે પડિલાભુ (વહોરવું) પૂર્વે સંસાર અવસ્થામાં જે વિવિધ રસદ્રવ્યના સંયોગથી નિપાન કરેલી રસોઈથી પિષણ કરેલ છે, તે તો અહિક મને રથની સિદ્ધિ કરનાર, સંસાર પરિભ્રમણના 8828888888888888888888888888888888 Jan Education inte For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy