________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જીવને નચાવે છે, એક ક્ષણમાત્ર પણ નિવૃત્તિ આપતે નર્થી તેને સહાય કરનાર મહ, મિથ્યાત્વ અજ્ઞાનાદિક વિવિધ પ્રકારના બંધ, ઉદય, ઉદિતણા વિગેરે રૂપ પાંજરામાં નાખીને જીવને દુઃખ આપે છે. કર્મ કલેશની વિચિત્રતાને પૂર્ણ પ્રબંધ સર્વજ્ઞ શ્રી કેવળી ભગવંત જાણે છે, પણ તે કહેવાને સમર્થ નથી. તેથી સહુજ સુખની ઇચ્છાવાળાએ શ્રીજિનાગમને અભ્યાસ કરીને કર્મના બંધ, ઉદય વિગેરેની વિચિત્રતાને સારી રીતે સમજવી એકજ પુણ્ય પાપના બંધરૂપ આશ્રવઠાર સેવતા વિચિત્ર પ્રકારનાં ફળે મળે છે અધ્યવસાયના બળવાનપણાથી ગસ્થાન તથા વીર્ય સ્થાન અસંખ્યાત હોવાથી સમવિષમ રૂપે વિચિત્ર કવિ પાક જવને પ્રાપ્ત થાય છે. સર્વ સંસારી જી જે સુખ દુઃખ અનુભવે છે. તેને આપનાર કર્મ જ છે, બીજુ કોઈ નથી. કર્મના સ્વરૂપને નહીં જાણનાર જે જીવ બીજા કોઈને સુખ દુઃખ દેનાર માને છે તે તેના મિથ્યાત્વ અને અજ્ઞાનના જ વિલાસરૂપ છે. તેઓએ ધર્મને કાંઈ પણું એાળખે નથી. તેઓ અનાદિકાળથી ભ્રમમાં જ પડેલા છે તેથી ધર્મદત્તની માફક પહેલા કર્મનું સ્વરૂપ જાણીને પછી જેમ આત્માનું હિત થાય તેમ વર્તવું.”
નવમો પલ્લવ
મહાવીર ભગવંતે આ પ્રમાણે કહ્યું એટલે સભાજનેએ પૂછયું કે “સ્વામિન ! તે ધર્મદર કોણ હતો, જેણે કર્મ કર્થના જાણીને સ્વહિત આચર્યું ? તેમને પ્રશ્રન સાંભળીને ભગવંત બેલ્યા કે- “ તેની કથા સાંભળો.
કે ૧૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org