________________
શું
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમે
BBS8888888888888888888888888888888
તત્પર એવા લોકે હાથ જોડીને ઉભા રહેલા દેખાય છે. તું પણ તેની સારી દષ્ટિ વડે જ યથેચ્છસુખ વિલાસ કરી શકે છે. જે તેની દ્રષ્ટિ ફરે તે કઈ તારી છાયા નજીકપણુ ઉભો રહે નહિ. તુષ્ટમાન થાય તે સર્વે તુષ્ટમાન થયેલા જાણવા અને જે તે કેપે તે કોઈ સ્વજન સંબંધી વાત સાંભળવાને પણ ઉત્સાહમાન રહે નહિ. તેથી તુ પિતે નીચે માળે આવીને વિનયપુર્વક પ્રણામ કરી તેને પ્રસન્ન કર. તે
અહિં આપણે ઘેર પધાર્યા, તેથી તારા ઘરની શોભા ઘણી વૃદ્ધિ પામી છે. તેથી તું નીચે આવીને વિનયાદિ ગુણ દેખાડી તેમને નમીને તારી ઉન્નતિ કર. તે પણ તારા દર્શન માટે જ ઉત્સુક છે, તારા આગમનથી તેનું ચિત્ત બહુ પ્રસન્ન થશે અને જગતને અનુકૂળ એવું તે તને બહુમાન આપશે માટે તાકીદે ચાલ.” આ પ્રમાણેનાં માતાનાં વચને સાંભળીને શલિભદ્ર હૃદયમાં બહુ ખેઢ પામ્યા, અને વિચારવા લાગ્યાકે
અહે મારે માથે પણ શું સ્વામી છે? અહે હું તે આટલા દિવસથી અરિહંતને જ સ્વામી પણે જાણું છું, તેના વિના બીજા કોઈને હું સ્વામી પણે જાણતા નથી. તેનું નામજ હંમેશા સવારે ઉઠીને હું ગ્રહણ કરૂ છું અને ભક્તિ તથા સ્તુતિપૂર્વક હું તેને જ પ્રણામ કરૂ છું જે માતાએ કહયું તેમ મારી જેવાજ હાથપગવાળો છતાં મારાથી મેટો એ મારે માથે સ્વામી હોય તે તેનું પુણ્ય મારા પુણયથી ઘણું વધારે ગણાય, અને મારું પુણ્ય તેનાથી હીન ગણાય તે પછી એવા પરાધીનપણામાં શું સુખ ? આ સંસારમાં પરાધીન પણ જેવું બીજું એકે દુઃખ નથી મેં પૂર્વજન્મમાં પુણ્ય ઉપાર્જન કર્યું, કે જેથી આધીનતાપૂર્વક અન્યને નમનાદિક કરવાનું મારે પ્રાપ્ત થયું. હવે મારે એવું કરવું કે જેથી કોઈ પણ અંશે પરાધીનપણું પ્રાપ્ત ન થાય.” આ પ્રમાણે વિચારીને માતાની આજ્ઞા અનુલંઘનીય છે” તેવી
ક ૧૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org