SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. ધન્યકુમાર થરિત્ર ભાગ ૨ નવમે પલવ B2B8%2288929287888888888888888 છે ? , તેઓએ ખભેથી ગાંસડી ઉતારીને તે દેખાડી તે જોઈ ભદ્રા માતાએ પૂછયું કે, “આનાં કેવા ગુણો છે ?.” તેઓએ પ્રથમની માફક તેનાં ગુણો વર્ણવી બતાવ્યા. ભદ્રાએ પૂછયું કે-“આની કિંમત શું છે? તેઓએ કહ્યું કે-“એકેકની સવાલાખ સેનામહોર છે.” ભદ્રાએ પૂછયું કે- “મારા પુત્રને બત્રીસ પત્ની છે તે દરેકને એકેક આપવા માટે મારે આવી બત્રીશ જોઈએ છે. અને તમે તે સેળ જ લાવ્યા છે. તેથી શું કરૂ? હવે તેને ફાડીને બે બે કકડા કરી આપે તેથી મારી ૩૨ વહુઓને એકેક આપીશ. આ પ્રમછતા ભદ્રા શેઠાણીનાં વચન સાંભળી તેઓ વિસ્મય પામ્યા અને પરસ્પરના કાનને અડીને તેઓ બેલવા લાગ્યા કે “શ અને વાયુ થયું હશે કે આ ગાંડી થઈ ગઈ હશે ? રાજા જે પણ એક રત્નકંબળ ખરી હવાને સમર્થ થયો નહિ ત્યારે આ ડોસી બેલે છે કે બત્રીસ કેમ ન લાવ્યા ? હવે આના એકેકના બે બે ખંડ કરે. આ શું બોલે છે ! આના વચન ઉપર કેણુ વિશ્વાસ લાવે ?.” તે વખતે એક વ્યાપારી બે કે તેમાં ચિંતા શું કરો છો, તેનાં કહેવા માત્રથી જ આપણે કયાં કકડા કરી નાખ્યાં છે ? પ્રથમ તો પૈસા કયાં છે! તે જ્યારે આપણને મુલ્ય જેટલા પૈસા આપશે. એટલે પછી જેમ તે કહેશે. તેમ આપણે કરશું” આ પ્રમાણે વાત કરીને તેઓ બોલ્યા કે-“માતાજી! અમે પરદેશી છીએ ઘેર જવાને આતુર છીએ. તેથી ઉધારે વ્યાપાર કરતા નથી. રોકડ રૂપિયે જ વ્યાપાર કરીએ છીએ, તેથી અમને તેનું મધ્ય આપ. પછી તમને જેમ અનુકૂળતા હશે તેમ કકડા કરી આપીશું તે સાંભળીને વ્યાપારીઓની અધિરાઈ જાણી ભદ્રા શેઠાણી જરાક હસ્યા, અને ભંડારીને હુકમ કર્યો કે “તેઓ પ્રસન્ન થાય તે પ્રમાણે વીસ લાખ સોનામહોર આ રત્નકંબો ના મૂલ્ય પેટે આપે. ભંડારીએ તેમને બેલાવી લહમી ગૃહમાં જઈને લક્ષમી ગૃહનું દ્વાર ઉઘાડયું. વ્યાપારી અંદર જઈને આસપાસ જેવા લાગ્યા તેઓએ જોયું તે %8828888888888888888888888888 ૧૫૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy