________________
મી ધન્ય માર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલ્લવ
RSSW3B%E8888888888888888888888888888
કેરલકુમાર ઘેર ગયે. અને ઘણા કાળ સુધી સમ્યફત્વ સહિત શ્રાવક ધમને કસોટીએ કસીને સંયમ લેવાને તે ઉજમાળ થયે એકદા પાછલી રાત્રિએ ધમ જાગરણ કરતાં તે ચિંતવવા લાગ્યો કે-“પ્રથમ તે શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશ દ્વારા મને જાગ્રત કર્યું હતું, પણ સંયમ લેવાને અશકત એવા જે તે સમયે
હસ્થ ધર્મ અંગીકાર કર્યો હતે, તે વ્રતે યથાશક્તિ મેં આજ સુધી પન્યા, ઈન્દ્રિય સુખ પણ ઈચ્છાનુસાર ભોગવ્યું હવે કોઈ જાતની ન્યુનતા રહી નથી હવે જે મારા પુણ્યાનુબંધી પુણ્યને ઉદય વતતે હોય તે ગામ, આકર, નગર, ક્ષેત્ર, કર્બટ, મંડપ દ્રોણમુખ વિગેરેમાં વિચરતા જગતના ચક્ષુ એવા શ્રી જિનેન્દ્ર અહીં પધારે એટલે હું પણું મનોરથવાળે થાઉં અને મહાભક્તિવડે શ્રીજિનેશ્વરને નમસ્કાર કરીને સંયમની પ્રાર્થના કરૂં તે કરૂથાના ભંડાર મને જલ્દી સંયમ આપશે. પછી સંયમ પ્રાપ્ત થવાથી એવા ઉલ્લાસથી હુ સંયમની આરાધના કરીશ કે જેથી ફરીથી ભવસંકટમાં પડવું પડશે નહિ.”
18:22888888888888888888888882
- આ પ્રમાણેની ભાવના ભાવતાં પ્રભાતકાળ થયો, ત્યારે શયનમાંથી ઉઠીને પ્રભાતનાં કૃત્યો કરી તે રાજસભામાં આવ્યો તેવામાં પૂર્વદિશાના ઉદ્યાનપાલકે આવીને વધામણી આપીકે સ્વામિન સર્વ સુર અસુર મનુષ્ય, બેચરાદિકના સમુહે જેમના ચરણકમળ સેવ્યા છે, તેવા શ્રીમત્ તીર્થકર ભગવંતે પિતાના ચરણકમળ વડે પૂર્વે દિશાનું ઉધાન અલંકૃત કર્યું છે, દેવતાઓએ કરેલ ત્રિગડાની શોભા વડે અશોકવૃક્ષની શોભા વડે તથા ભામંડલની શોભા વડે ઉપમા રહિત એવા તે પ્રભુ ને વર્ણવી શકાય તેવી આશ્ચર્યકારી અધિ સહિત વિરાજે છે. તેનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી, સમવસરણના મધ્યમાં સિંહાસન ઉપર બીરાજી તીર્થકર ભગવંત
Jan Education Inteman
For Personal & Private Use Only
m
b
rary.org