SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમા Jain Education International ગુરૂએ આ પ્રમાણે કહ્યું એટલે ધનસારાદિકે વિનયપૂર્વક પૂછ્યું કે-ભગવન્ ! તે ધનદત્ત કાણુ હતા ? અને તેણે કેવી રીતે દાન દીધું ? તે કૃપા કરીને કહી સંભળાવો.” તેથી ગુરૂ મહારાજે કહ્યું કે સાંભળેા :~ ધનદત્ત કથા પૂર્વે પૃથ્વીભૂષણ નામે નગરમાં કેરલ નામે એક રાજકુમાર હતા. તે એક દિવસ રચવાડી રમવા વનમાં ગયા. તે સમયે તેના મહાભાગ્યના ઉદયથી તે નગરના ઉપવનમાં જગદ્ગુરૂ એવા તીર્થંકર સુર અસુરાએ પરિવરેલા સમવસર્યાં. તે વખતે પ્રાતિહા અને અતિશયાદિકની શોભા જોઈને હષ્ટપૂર્ણાંક તે તેમને વાંદવા ગયા. પાંચ અભિગમ સાચવી જિનેશ્વરને નમસ્કાર કરીને તે ઉચિત સ્થાનકે બેઠા, તે વખતે જગદ્ગુરૂએ ભવ્યજનના ઉપકાર માટે અનાદિને ભ્રમ નિવારનારી દેશના આપવી શરૂ કરી. ભગવંતે કહ્યું કે-ચેારાશીલાખ યોનિથી ગહન એવા આ સસારમાં પ્રાણીઓને શબ્દષ્ટાંતથી દુર્લભ મનુષ્યજન્મ મળવા મુશ્કેલ છે. મનુષ્યજન્મ મળે તે પણ આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂ` આયુ, ઇંદ્રિયની પરિપૂર્ણતા, નિગીપણું, સદ્ગુરૂના સ’ચેગ, ધર્માંશ્રવણની ઈચ્છા, ધર્મીનું શ્રવણુ, કદાગ્રહના ત્યાગ વગેરે ધ પ્રાપ્તિનાં સચેગા મળવા બહુ મુશ્કેલ છે. તેવા સાગે મળ્યા છતાં પણ આ જીવ અનાદિકાળના શત્રુ એવા લેાલ તથા કામને વશ થઇને નકામા કાળ ગુમાવે છે. તેમાં પણ જેને લાભ કરે છે તે અથ તો સ અનર્થાંનું મૂળ જ છે. કહ્યુ` છે કે : For Personal & Private Use Only 风设设公共设 ૩ ૮૯ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy