SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ - પ્રથમ પલવ BBSE必区区&&&必区欧欧欧欧欧欧座麼? અને યુવાન સ્ત્રીઓ તેના અસાધારણ રૂપથી તેને કામદેવને અવતારજ સમજતી. યશથી ઉજજવળ એવા નગરવાસી જનોમાં પિતાના નામ સમાન ગુણવાળ ધનસારનામેશેઠ વસતડતો. તેની કીર્તિથી વ્યાપારીની માફક સ્પર્ધાથી જાણે દશે દિશાઓ છવાઈ રહી હતી. લજજા,વિગેરે ગુણયુકત તેના ચિત્તની સુંદરતાનું વર્ણન કરવું પણ અશક્ય છે. તેના હૃદયને વિષે જગતના નાથ શ્રીજિનેશ્વરભગવાન સદા સર્વદા વસેલા હતા. આ તે શેઠ હંમેશા પ્રભુના ધ્યાનમાં લીન રહેતા હતા. તે શેડને દાન, શિયળ વિગેરે ગુણોથી યુકત એવી શીલવતી નામની સ્ત્રી હતી. તે પિતાના કુળની મર્યાદા જાળવી રાખી ઘરને ભાર વહન કરતી હતી. અસ્થિ (હાડકા) મજજાની જેમ તેનું હૃદય શ્રી જૈનધર્મ પ્રતિ પ્રેમવાળું હતું. રૂપ, સૌંદર્ય તથા નિર્મળ સ્વભાવમાં સ્વર્ગની સુંદરીઓ પણ તેની પાસે હીસાબમાં નહોતી. એ પ્રમાણે સુખે ગૃસ્થાશ્રમ ચલાવતા તેમને ત્રણ પુત્રો થયા. તે ત્રણેનાં અનુક્રમે ધનદત્ત, ધનદેવ, તથા ધનચંદ્ર નામ પાડવામાં આવેલ આ ત્રણે દાન, માને તથા ભોગ વિગેરે ગુણોથી યુક્ત હતા. આ ત્રણેને અનુક્રમે ધનશ્રી, ધનદેવી તથા ધનચંદ્રા નામની સ્ત્રીઓ સાથે પરણાવ્યા. તેઓ સુખમાં સમય પસાર કરવા લાગ્યા. ધનસાર શેડ પોતાના પુત્રોને સમથ જોઈને ઘરને ભાર તેમના પર મૂકી ધર્મકરણીમાં વિશેષ જોડાયા હતા. ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે બ્રાહ્મમુહૂર્તમાં ઉડી તે બધા શ્રતના સારરૂપ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રના જાપ જપતા હતા. બન્ને વખત પ્રતિક્રમણ તથા ત્રણે કાળ થી જીનેશ્વર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરતા હતા. દિવસ તથા રાત મળી સાત વાર રમૈત્યવંદન કરતા હતા. અને દર વર્ષે તીર્થયાત્રા તથા રથયાત્રા ભારે આડંબર સાથે કરતા હતા. યથાગ્ય અવસરે સુપાત્ર દાન તથા અનુકંપા દાન આપી દાનધર્મનું પોષણ કરતા હતા. વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી દરરોજ શાસ્ત્ર-શ્રવણુ તથા ગુરૂસેવા કરતા હતા. આ પ્રમાણે ધર્મમાં એકતાન થઈને ગૃહસ્થ ધર્મને તે નિર્વાડ, કરતા હતા. વધતી જતી લક્ષ્મીવાળા તથા ઈચ્છાનુસાર સાંસારિક સુખ ભોગવતા તે દંપતીને ચોથા પુત્ર થયા. For Personal & Private Use Only W BANASM89383 3GP Jan Educa *ww.janelar og
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy