________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલ્લવ
રહી તે વખતે પ્રોતપુત્રે વિચાર કર્યો કે- બહેન વચ્ચે આવીને ઉભી રહી હવે બહેનને કેમ મરાય ?
આ પ્રમાણે વિચાર કરતાં ઘટિકા માત્રને વિલંબ થયો એટલે વત્સરાજનું ગામ આવી ગયું, વેગવતી દોડતી વત્સરાજના ગામમાં પેસી ગઈ તે વખતે પ્રોતપુત્ર વિલક્ષ વદનવાળે થઈને તેને છોડી દઈ પાછા વળે. વત્સરાજ વિગેરે વેગવતીની પીઠ ઉપરથી નીચે ઉતરીને થાક ઉતારવા સબંધી કાર્ય કરવા લાગ્યા તેવામાં એક ક્ષણમાં વેગવતી મરણ પામી. વત્સરાજે વાસવદત્તાની સાથે હર્ષપૂર્વક રાજમંદિરમાં પ્રવેશ કર્યો. હવે પ્રદ્યોતપુત્રે પાછા જઈને ચંડપ્રદ્યોતને બધી હકીક્ત જણાવી. તે સાંભળીને ક્રોધથી ધમધમાયમાન થયેલા તેણે યુદ્ધની સામગ્રી એકઠી કરવા માંડી, તે વખતે એક મુખ્ય મંત્રીએ રાજાને વિનંતી કરી કે- રાજન ! હવે યુદ્ધાદિ કરવું તે અનુચિત છે, કારણ કે વાસવદત્તાએ સ્વેચ્છાથી વત્સરાજને ભર્તારની ભાવનાથી પતિ તરીકે
સ્વીકાર્યો છે, તે તેને હવે કેવી રીતે છોડશે ? વળી કેઈ ઉપાયથી અગર છળથી તેને અત્રે લાવીએ, તે પણ અન્ય અંગીકાર કરેલ અને ભગવેલ રાજપુત્રીને કણ કુલીન પુરૂષ પત્ની તરીકે સ્વીકારશે? ઉલટું તેણે
તે તમારી ચિંતા ઓછી કરી, સ્વયં પતિને શોધી લઈને લગ્નાદિનિમિરો સ્વયંવરાદિકને ઘણે ખર્ચ તેણે બચાવ્ય પિતાને અનુકૂળ અને અનુરૂપ વર જોઈને તેણે તેને ગ્રહણકર્યો, તેમાં તેણે કઈ અયુક્ત કર્યું હોય તેમ લાગતું નથી. વત્સરાજ પણ ઉચ્ચ કુળને રાજપુત્ર છે, વિદ્યા અને કળાને ભંડાર છે, શોધવા જતાં પણ આ વર મળે નહિ, તેથી આ તે એગ્ય યુગલ સંધાણુ છે, હવે યુદ્ધાદિ કરવાથી તે ઉલટ અપયશ થશે અને મૂર્ખતા પ્રકટ થશે. તેથી હવે તે સર્વ સામગ્રી લઈને પ્રધાન પુરૂષોને ત્યાં મોકલે, અને આનંદથી બન્નેનું પાણીગ્રહણ કરાવે, એમ કરવું તે હવે યુક્ત છે બીજુ કાંઈ પણ કરવું યુક્ત નથી
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org