SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચિરત્ર ભાગ ૧ સાતમા પલ્લવ ૨૧૧ Jain Education International ગયા. આ સમયે નગરની બહાર ઉપવનમાં રહેલી લક્ષ્મીદેવીએ મનમાં વિચાર કર્યાં કે- સરસ્વતીએ નગરમાં જઈને પોતાની શક્તિથી સમગ્ર લેાકેાનાં મન વશ કર્યાં છે. આટલી મુદત સુધી તેણે પેાતાની શક્તિનુ સામર્થ્ય બતાવ્યુ છે, હવે હું ત્યાં જઈને તેની શક્તિના વિનાશ કરૂં.'' એમ વિચારીને લક્ષ્મીએ અત્યંત વૃદ્ધાશ્રીનું રૂપ ધારણ કર્યું. વૃદ્ધાવસ્થાને લીધે તેણીનાં ગાત્રો સંકુચિત્ર થયાં હતાં, નેત્ર અને નાસિકામાંથી પાણીનાં ટીપાં પડતાં હતાં, મુખમાં એક પણ દાંત હતા નહીં, તેથી તેમાંથી લાળ પડતી હતી, વૃદ્ધાવસ્થાને લીધે મસ્તકપરના વાળ ખરી પડવાથી તાલ પડેલી હતી, શરીરની ચામડીપર જરા પણ તેજ નહિ, વચન ખેલતાં પશુ સ્ખલના થતી હતી, નેત્રથી બરાબર જોઇ શકાતું નહોતું, મિલન શ્વેત વસ્ત્ર ધારણ કરેલું હતું, શરીરનેા ભાગ કટીપ્રદેશથી નીચે નમી ગયેલા હતા, તેથી હાથમાં લાકડીના ટેકા રાખ્યા હતા, ચાલતાં પગ થરથરતાં હતાં, તેથી તે લડથડિયા ખાી ખાતી મુશ્કેલીથી ચાલતી હતી. આવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરીને તે નગરમાં આવી. નગરમાં ભમતી ભમતી તેજ શેઠના મહેલમાં પાછલા દ્વાર પાસે આવીને વાણીવડે તે પાણીની યાચના કરવા લાગી. તે દ્વાર અધું ઉઘાડું હતું, ત્યાં તે શેઠની પત્ની તથા પુત્રવધુ એડી બેઠી પેલા બ્રાહ્મણની મધુર વાણી રસિકતાથી સાંભળતી હતી. તેણીના કણમાં આ વૃદ્ધાનું વચન ઉકાળેલા સીસા જેવુ લાગ્યું', અનેશ્રવણમાં રસના ભગ થવા લાગ્યા, તેથી સાસુએ ક્રોધથી વહુને કહ્યું કેહે વત્સે ! જો, જો, પાછળને દ્વારે કોણ પાકાર કરે છે? કોઈક કઠોર શબ્દ લે છે, તેથી આ મધુર વાણી સાંભળવામાં વિન્ન થાય છે, માટે તે જે કાંઈ માગે તે આપીને તેને અહીંથી કાઢી મુક, કે જેથી સુખે સાંભળી શકાય. આવુ...સુંદર શ્રવણુ કરવાનું આજ કાઈ મહાપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. ફરીથી દીન તેની For Personal & Private Use Only 防烧烧鸡腿限B戏防阻B烧烧阻限 ૩૮૫ www.airnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy