SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ છઠો પલ્લવ પુણ્યવંત પુરૂષને ઉપભેગમાં લેવા લાયક એવા મીઠાઈ વિગેરે ખાદ્ય પદાર્થો લઈને આવે છે.... જ્યારે બીજા દિવસોએ મેટી વહુએ જાય અને માત્ર સ્વચ્છ જળની ઉપમા જેવીજ પાતળી છાશ માત્ર લઈને આવે ત્યારે ધનસાર કહે કે “આમાં કાંઈ બીજો વિચાર કરવા જેવો નથી. આ માટી વહુઓએ કાંઈ લીધું નથી અને આ નાની વહુએ કાંઈ આપી દીધું નથી, પરંતુ અહીં ભાગ્ય માત્રજ પ્રમાણભૂત છે. નશીબમાં હોય તેજ મળે. એવું શાસ્ત્ર વચન સત્ય છે. આ પ્રમાણે ધનસારથી કરાતી લાઘા સાંભળીને ઇર્ષાપૂર્વક મટી વહુએ બે લવા લાગી કે-“આ જર્જરિત ડોસા એ તે અમારી પાસે હંમેશા અમારા દીયરનાં વખાણ કરી કરીને સર્વના સ્નેહમાં ભંગ પડાવ્યો અને તેની પાસે ઘર તેજાવ્યું. તે તો નાશીને કેઈ દેશાંતરમાં ચાલ્યા ગયા છે, અને તેમના સમાચાર પણ કાંઈ મળતા નથી. હવે આ નાની વહુની પછવાડે લાગ્યા છે. તેથી તે ડોસે શું કરશે તેની ખબર પડતી નથી.” આ સાંભળી તેમાંથી એક બોલી કે- અરે” આપણુ સસરા તે આને ભાગ્યશાળી કહીનેજ વારંવાર બેલાવે છે, પણ તેનું ભાગ્યશાળીપણું કેવું છે તે સાંભળે. હંમેશા સવારે ઉઠીને તરત જ તે ગધેડીની જેમ માટી વહે (ઉપાડે ) છે, સૂર્યાસ્ત સુધી મજુરી કરીને પેટ ભરે છે અને રાત્રે પતિના વિયેગથી થયેલા દુઃખથી પીડાતી પીડાતી ભૂમિ ઉપર સૂઈ રહે છે ! અહો તેનું ભાગ્યશાળી પણું તે શત્રુને પણ થશે નહિ !” આ પ્રમાણે પરસ્પર વિવાદ કરતાં અને સુભદ્રાની ઈર્ષ્યા કરતી તેઓ રહેલી છે. હવે અન્ય દિવસે છાશ લાવવા માટે ધનસાર શેઠે મોટી વહુને કહ્યું કે “રાજમંદિરે જઈને છાશ લઈ આવો.” ત્યારે તેણીએ જવાબ આપ્યો કે “હું કાંઈ છાશ લેવા જવાની નથી. ગઈ કાલે તમે 882998223ઝૂERESS SSA ૨૧૬ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy