SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચોથે પલવે 出础设设础必逸逸治院必说治為協网阁治网 એટલા માટે તમને સુખ ઉપજે તેવી રીતે મારી સાથે કામગ ભેગવીને–રતિક્રીડા કરીને મારા શરીરમાં ઉત્પન્ન થયેલા દેહને શમાવી શાંત કરે.” આ પ્રમાણેના તેના વચનો સાંભળીને પરનારીથી પરમુખ ધન્યકુમાર સાહસ તથા ધયનું અવલંબન કરીને ગંગાદેવી પ્રત્યે બેલ્યા કે–“હે જગત્માન્ય! હે માતા ! હવે પછી તમારે આવા પ્રકારના ધર્મ વિરૂદ્ધ વાકય ઉચ્ચારવું નહિ. તમારા હૃદય અને સ્તનરૂપી રાક્ષસોએ કરેલા વિભથી મારું મન જરા પણ ભય પામતું નથી, કારણ કે મારું મન કુવિકપરૂપી શત્રુસમૂહને નાશ કરનાર શ્રી જીનેશ્વરના આગમમાં કહેલ બ્રહ્મચર્ય રૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવવાડોરૂપી બખ્તરવડે હું સજિજત થયેલ છું. તેથી દુર્નિવાર્ય એવા પણ તમારા કામરૂપી અસ્રોવડે મારે વ્રતરૂપી કિલ્લે ભેદી શકાય તેમ નથી. વળી કાળકુટ વિષની જેવા ઉત્કટ અને મહા અનર્થ કરનારા તમારા અનિમેષ નેત્રવડે મૂકાયેલા કટાક્ષે પણ શ્રી જિનવચનરૂપી વાક્યામૃતથી સિંચાયેલા મારા હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી. હે હરિગુલેચને ! તમારા કાલાકાલા કામોત્પાદક વાક્યરૂપી હરણે જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલે છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બીલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામેત્પાદક વાકયે મારી મરથરૂપી ભીંતને બીલકુલ ભેદી શકનાર નથી, કારણ કે શિરીષ પુપને સમૂહ શું પત્થરની ભીંતને ભેદી શકે છે? હે વામિત્ર ! બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિભ્રમરૂપી વર્ષાદની ધારા પણ મારા ચિત્તરૂપી ઉપરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકુર ઉત્પન્ન કરી શકનાર નથી. હે વામાક્ષિ! દાવાનળની જેવા દુઃસહ કામવિકાર યુક્ત અને અન્યના ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવ પણ આગમ B8232388888888888888888888888888888 9 ye Jan Education International For Personat & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy