SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ચાથી પલવ BREZZE9G:BEST BREAS SSAM2594 વૃક્ષેમાં યથેચ્છ વિહાર કરતે તે પિતાને સમય વીતાવવા લાગ્યા. એક વખત ગ્રીષ્મઋતુમાં તે દંપતી પાણીના સિંચનથી શીતળ કરેલી ગીચ ઝાડીમાં પૂર્ણ છાયાને લીધે તાપ દૂર થયેલ હોવાથી આનંદ આપતા પ્રદેશમાં એક વડવૃક્ષની નીચે બેઠા હતા. આગળ ગાનારાએ અનેક રસથી ભરપૂર ગાયને તથા આલાપે છેડી રહ્યા હતા. આવા સમયે રૂપસેનને જીવ હિંસ ભમતે ભમતે જે તે ઝાડની ડાળી ઉપર આવી ચડ્યો કે તે તરત જ તેની દુટિ પાછી સુનન્દા ઉપર પડી; વળી મેહ ઉત્પન્ન થતાં તેના મેઢા સામું જોઈ મધુર શબ્દથી અવાજ કરતે અનિમિષપણે તેના સામે જોઈ રહ્યો. તે સમયે એક કાગડો ઉડતો ઉડતે ત્યાં આવી હંસ પાસે બેઠે. તે કાગડો રાજાના વ જોઈ તેના ઉપર ચરક, તેથી ગુસ્સે થઈ રાજાએ જેવી ગોળી છોડી કે તરત જ ચેતી જઈ તે લુચ્ચે કાગડા ઉડી ગયો, પરંતુ પેલી ગોળી મોહમાં મૂઢ બનેલા હંસને લાગી તેના આઘાતથી હંસ તરફડતે રાજાની આગળ પડ્યો તે જોઈ એક ડાહ્યો માણસ બેલી ઊઢયો કે–“સ્વામિન્ ! કાગડાએ કરેલું પાપ બિચારા હંસને ભારે પડ્યું,” ત્યારે બીજાએ કહ્યું કે—“માડી સંગતિનાં ફળ આમજ ભેગવવાં પડે છે. તે હંસને જોઈને રાજાને પણ દયા આવી, પણ શું કરે ? ગોળી લાગી તે કાંઈ ન લાગી થાય તેમ નહોતું. હંસ ત્યાંથી મરી તેજ દેશના જંગલમાં હરિણીની કુક્ષિમાં હરણપણે ઉત્પન્ન થયા. સમય વિતતાં જન્મ પામી માતાનું દુધ પીતે તે તેની સાથે ભમવા લાગ્યા. અનુક્રમે વય વધતાં જુવાન થઈ તે હરણના ટેળા સાથે જંગલમાં ફરવા લાગ્યા. ઘાસ તથા જળથી સંતુષ્ટ થઈ તે સુખે સમય પસાર કરવા લાગ્યા. એક વખત સુનન્દાએ રાજાને કહ્યું કે—‘તમે જ્યારે શિકાર કરવા જંગલમાં જાઓ છે ત્યારે 3288888888888888888888:: 3892258828 ૧૨૩ www.inelibrary.org Jan Education Inter For Personal & Private Use Only
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy