________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચો પલવ
$REG88888888888888888888888888888
ન હતું કે જે તે સહેલાઈથી કરી ન શકે. સુંદર વમાં સજિજત થઈ ઘોડા ઉપર અથવા ગાડીમાં બેસી અથવા કોઇકવાર ચાલતેજ તે શહેરમાં, બજારમાં, રાજમાર્ગમાં, વનમાં તથા વાડીઓના ગીત, નૃત્ય, વાજીત્ર તથા પુપે વિગેરે અદૂભૂત ચીજો જોત ઈચ્છાનુસાર સુખમાં કાળ પસાર કરતા હતા. હંમેશા તેને કૌતુક જોવાની બહુ ટેવ હતી. આ બાજુ કેટલેક સમય પસાર થતાં સુનન્દા યૌવનમાં આવી. એકવાર સખીઓ સાથે પિતાના આવાસના સૌથી ઉપલા માળમાં તે આનંદ કરતી હતી. સમય પણ કામને ઉદ્દીપન થવાનું કારણ, આંબાને ખીલવનાર તથા ભ્રમરાઓ પ્રમુખ લશ્કરથી યુક્ત વસંતને હતું. આ સમયે કઈ ધનાઢય માણસના ઘરના ઉપલા માળમાં સુંગધી પાણી છાંટી સ્થળે સ્થળે પુષ્પની રચના કરેલી હતી. ઘનસાર, મૃગમદ (કસ્તુરી) તથા અંબર ભેળવી તૈયાર કરેલ ધૂપયામાં બળતા ધૂપના ધુમાડાથી આખું ઘર સુંગધીથી બહેકી રહ્યું હતું, ચારે બાજુએ બહુ સુગંધી ફૂલેની જાળીઓ વડે પડદે બનાવ્યું હોય તેવું લાગતું હતું. ઉપરના ભાગમાં ઝુમર તથા હાંડીએથી યુકતચંદર બહુ સુશોભિત દેખાતું હતું. તેની નીચે ચિત્રવિચિત્ર સુંવાળા રૂના ઓશિકાવાળા અને દૂધ જેવા સફેદ એ છાડવાળા સુંદર પલંગમાં બેઠેલા નાજુક તથા કાંતિવાન્ યુગલને પિતાના આવાસ ઉપરથી સુનંદાએ જોયું. તે બંનેએ સ્નાન કરી, અત્તર તથા ચંદનનું વિલેપન કરી, સુંદર વસ્ત્રાભૂષણે પહેર્યા હતા જાણે નવા બંધાયેલ સ્નેના બંધાનમાં તેઓ ગુંથાયા હોય તેવી રીતે એકબીજાના કંઠમાં હાથ વિંટાળી દીધા હતા. અદૂભૂત સુખ આપનાર તે શય્યાની આસપાસ દાસીઓનો સમૂહ ઉભા રહીને તેમની સેવા કરી રહ્યો હતો. વિષયને ઉત્તેજન કરનાર પંચમ રાગ વિગેરે યાં ગવાઈ રહ્યા હતા, તેઓ અરસપરસ કટાક્ષ ફેંકી હાસ્ય
For Personal & Private Use Only
BAB9%88888888894888888888888888888
૧૦૭
Jain Education Internat
www.ebayong