________________
સમયે, ઉત્તરાફાગુની નક્ષત્રને ચંદ્રગ પ્રાપ્ત થતો હતો, તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરીને ગર્ભમાં આવ્યા. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં ઉત્પન્ન થયા તે વખતે તેઓ ત્રણ જ્ઞાનસહિત હતા. તેઓ “હું ચવીશ” એવું જાણવા છતાં અર્થાત “ચવવાનો છું” એવું જાણતા હતા. જે વખતે ચવે છે? તે જાણી શક્તા નથી. કારણ કે ચવન એક જ સમયમાં થયું હતું. “હું ચવ્યો છું” એમ જાણતા હતા (જુઓ ચિત્ર નં. ૧૪).
જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા, તે રાત્રીએ તે દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં ભરઉંઘમાં પણ ન હતી તેમ પૂરી જાગૃતાવસ્થામાં પણ ન હતી એટલે કે થોડી થોડી ઉંઘતી હતી. આ પ્રમાણે સૂતેલી હતી તે વખતે પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિ
||||
ચિત્ર નં. ૧૪ અછમાંગલિક
SC
For Private & Personal Use Only
ibrary.org