SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસ વરસ કેવલીપણામાં ગાળી, એકંદરે અંશી વરસનું આયુષ્ય પૂર્ણ કરી, શ્રીપ્રભવસ્વામીને પિતાની પાટે સ્થાપી મોક્ષે ગયા. અહીં કવિ કહે છે કે:-“ શ્રીજબુસ્વામી જેવો કોટવાળ કઈ થયો નથી અને થશે પણ નહીં; જેણે ચોરોને પણ મોક્ષમાર્ગવાહક સાધુઓ બનાવ્યા. પ્રભવ પ્રભુ પણ જયવંતા વર્તો, જેણે ધન ચરવા જતાં અમૂલ્ય અને ચોરોથી પણ હરાય નહીં એવું અદ્ભુત રત્નત્રયરૂપી ધન મેળવી લીધું.” શ્રીવીરપ્રભુના નિર્વાણ પછી બાર વરસે ગૌતમસ્વામી, વીશ વરસે સુધર્માસ્વામી, અને ચોસઠ વરસે શ્રીજંબુસ્વામી મોક્ષે ગયા. ત્યારપછી દશ વરતુઓ વિ છેદ ગઈ: ૧ મન:પર્યવજ્ઞાન, ૨ પરમાવધિ કે જેના ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્તની અંદર કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, ૩ પુલાલબ્ધિ–જેનાથી ચક્રવર્તીના સૈન્યનો પણ કચ્ચરઘાણ કાઢી શકાય, ૪ આહારક શરીરલબ્ધિ, ૫ ક્ષપકશ્રણિ, ૬ ઉપશમશ્રેણિ, ૭ જિનકલ્પ, ૮ સંયમત્રિક–પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મપરાય અને યાખ્યાત ચારિત્રલક્ષણ, ૯ કેવળજ્ઞાન, અને ૧૦ મોક્ષમાર્ગ. અહીં કવિ કહે છે કે:-“ખરેખર ! જંબુસ્વામીનું સૌભાગ્ય લોકોત્તર જ ગણાય; તેમના જે પતિ પામ્યા પછી મુક્તિરૂપી સ્ત્રીને પણ બીજે કઈ પતિ ગમતો નથી.’ કાશ્યપ ગેત્રવાળા આર્ય જંબુને કાત્યાયન ગોત્રવાળા સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. કાત્યાયાન ગોત્રવાળા પથવિર આર્ય પ્રભાવને વચ્છ ગોત્રવાળા મનકના પિતા આર્યશચંભવ શિષ્ય થયા. છેક . NN NEWS S પ૧ For Private & Personal Use Only '
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy