________________
૪૧ વિજ્ઞાન, કર આચાર્યવિદ્યા–સૂરિ વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ, ૪૬ દર્શન– સંસ્કાર, ૪૭ ધૂર્તલક, ૬૮ મણિકર્મ, ૪૯ વૃક્ષ ચિકિત્સા, ૫૦ બેચરી કલા, ૫૧ અમરી કલા, પર ઇદ્રજાલ, ૫૩ પાતાલસિદ્ધિ, ૫૪ યંત્રક, પપ રસવતી–રાઈ, પ૬ સર્વકરણી, પ૭ પ્રાસાદ લક્ષણ, ૫૮ પણ–જુગાર, પ૯ ચિત્રોપલ, ૬૦ લેપ, ૬૧ ચર્મકર્મ, ૬ર પત્રછેદ કલા, ૬૩ નખરચ્છેદ કલા, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ, ૬૬ કાષ્ટઘટન, ૬૭ દેરાભાષા, ૬૮ ગાડ, ૬૯ ગાંગ, ૭૦ ધાતુકર્મ, ૭૧ કેવલિવિધિ અને ૨ શકત. અહીં લેખનમાં હંસલિપિ વગેરે અઢારે લિપિઓનો સમાવેશ થાય છે. પ્રભુએ પોતાના જમણે હાથે આ લિપિઓનું જ્ઞાન બ્રાહ્મીને શીખવ્યું હતું. તથા એક દશ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, ખર્વ નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય, અને પરાર્ધ એવી રીતે અનુક્રમે દસ દસગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબા હાથે સુંદરીને શીખવ્યું. કાષ્ટકર્માદિરૂપ કર્મ ભરતને અને પુરુષાદિ લક્ષણે બાહુબલિને શીખવ્યાં.
સ્ત્રીઓની ચોસઠ કળાઓ આ પ્રમાણે જાણવી: ૧ નૃત્ય, ૨ ઔચિત્ય. ૩ ચિત્ર, ૪ વાજિંત્ર, ૫ મંત્ર, ૬ તંત્ર, ૭ ધનવૃષ્ટિ ૮ ફલાવૃષ્ટિ, ૯ સંસ્કૃતજ૫, ૧૦ ક્રિયાકલ્પ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ પાણી થંભાવવાની કળા, ૧૫ ગીત, ૧૬ તાલમાન, ૧૭ આકારગોપન ૧૮ આરામ–બગીચો ઉછેરવાની કળા. ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ, ૨૧ નરલક્ષણ, રર હસ્તી પરીક્ષા અને અશ્વપરીક્ષા,
SS
Jain Education International
For Private & Personal Use Only
W
eitary.