SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ દશ દશાહ, કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવાર પણ ચાલવા લાગ્યો (જુઓ ચિત્ર નં. ૧૭૭). શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસી સ્ત્રીઓ પણ મહામૂલ્યવાન પાલખીઓમાં બેસીને મંગળગીત ગાવા લાગી. એવામાં શ્રીનેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેઓએ રથ ચલાવનારા સારથિને પૂછ્યું કે –“માંગલિકના સમૂહથી શોભતો આ શ્વેત મહેલ કોણ છે?’ સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું કે –“સ્વામી ! એ મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાને જ છે. તેમાં જે બે સ્ત્રીઓ અંદરઅંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી રામતીની ચંદ્રાનના, તથા મુગલોચના નામની સખીઓ છે.” - તેમાં મૃગલોચના ચંદ્રાનનાને કહેવા લાગી કે:-“હે ચંદ્રાનના ! સમરત સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ ભાગ્યશાળી છે કે જેનો આવો સુંદર વર હાથ પકડશે–પાણિગ્રહણ કરશે.” ચંદ્રાનનાએ મૃગલેચનાને કહ્યું કે: “राजीमतीमद्भूतरूपरम्यां निर्माय धाताऽपि यदीदृशेन । वरेण नो योजयति प्रतिष्ठां, लभेत विज्ञानविचक्षणः काम ? ॥१॥ અદ્ભત રૂપથી મનહર બનેલી રામતીને જે આવો વર વિધાતા ન મેળવી આપે Jain Edla rational For Private & Personal Use Only Wholelibrary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy