________________
હરણીયાઓ ભલે આનંદ કરી લે, કારણ કે તે બિચારાઓ સિંહની ગર્જના સાંભળતાં જ જંગલમાંથી નાસવા લાગે છે. મારા મોટા ભાગ્યના યોગે જ મારી સામે તે વાદિ ઉપસ્થિત થયો છે, તેની સાથે વાદ કરીને મારી જીભની ચળ ઊતારીશ. લક્ષણશાસ્ત્રમાં તો હું દક્ષ છું, સાહિત્યમાં તો મારી બુદ્ધિ અખલિત છે; તર્કશાસ્ત્રમાં તો મારા જેવો બીજે કઈ પ્રવીણ નથી, મેં કયા શાસ્ત્રમાં પરિશ્રમ નથી કર્યો ? યમને શું દુર છે ?, વચનસિદ્ધને શું સિદ્ધ નથી ?: રસશાસ્ત્રના જાણકારને કયે રસ અજ્ઞાત હોય ?, અને ચક્રવર્તિને શું અજેય હાય ?. વજાને શું અભેદ્ય છે ?, મહાત્માને શું અસાધ્ય છે? ભૂખે કયું ભેજન નથી કરતો ?, અને ખલપુરુષ શું બોલવાનું બાકી રાખે છે? કલ્પવૃક્ષ શું આપી શકતું નથી ?, નિર્વિકારીને છોડવા જેવું શું હોય છે ?; હું ત્યાં જાઉં, અને જે કે તેનું પરાક્રમ કેવું છે? મારા જેવા રૈલોક્યવિજયીને શું અજેય છે? તેથી હું જાઉં અને જયમાળાને વરૂં”.
આ પ્રમાણે ચિંતવન કરીને ઈદ્રભૂતિ જે સમવસરણના પગથીયાં ચડીને, ચોત્રીશ અતિશયથી શોભી રહેલા. સેનાના સિંહાસન પર બેઠેલા, સુરનરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગતપૂજ્ય મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જુએ છે કે દંગ થઈ ગયો.—ઊભો રહી ગયે, અને વિચારવા લાગ્યો કે:
Jain Edu
c
ational
For Private & Personal Use Only