________________
ચોવીશ તીર્થંકર થશે, મહાવિદેહક્ષેત્રની મૂકી રાજધાનીમાં પ્રિય મિત્ર નામનો ચક્રવર્તી થશે અને આ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામને પહેલો વાસુદેવ થશે.’
આ પ્રમાણે સાંભળીને આનંદિત થએલા ભરતે મરીચિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરીને કહ્યું કે : “હે મરીચિ ! આ જગતમાં જેટલા લાભે છે તેટલા તમે પ્રાપ્ત કર્યા
છે. કારણ કે તમે જ તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ થવાના છે. અત્યારે જે હું તમને વંદન | કરું છું, તે આ તમારા પરિવ્રાજકપણાને હું વંદન નથી કરતો, પરંતુ તમે છેલ્લા તીર્થંકર થવાના
છે તેથી જ હું તમને વંદન કરું છું. આ પ્રમાણે મધુર વાણીથી વારંવાર સ્તુતિ કરતા ભારત મહારાજા પોતાના સ્થાને ગયા.
આ સાંભળીને મરીચિ પણ હર્ષાવેશમાં આવી જઈ ત્રણ વાર પગ પછાડીને નાચવા મંડી ગયો, અને નૃત્ય કરતાં કરતાં બોલવા લાગ્યો કે: “હું કેવો ભાગ્યશાળી ! માફ કુળ કેટલું ઉત્તમ. હું પહેલો વાસુદેવ થવાને. સૂકા નગરીમાં ચક્રવર્તી થવાને, અને છેલ્લો તીર્થકર પણ હું જ થવાને. હું વાસુદેવમાં પહેલો થઈશ. મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા છે, મારા પિતામહ જિનેશ્વરોમાં પહેલા છે. આ પ્રમાણે કૂળનો મદ કરવાથી નીચગોત્ર કર્મ બાંધ્યું. કહ્યું છે કે: “જે માણસ જાતિ, લાભ, કૂળ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને જ્ઞાનને મદ કરે છે, તે માણસને તે તે વસ્તુની હીનતા પ્રાપ્ત થાય છે. પછી પ્રભુ મોક્ષે ગયા તોપણ મરીચિ
For Private Personal Use Only
WWE Caryo