________________
તેમના અગાધગુણનું વર્ણન પૂર્ણ આ નિર્જીવ લેખિનીથી શી રીતે થઈ શકે. તથાપિ મારા જીવનાધાર-ઉદ્ધારક-શાસન પ્રભાવક પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમાન વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના અનુભૂત પ્રસંગોએ તેમની મળેલી પ્રસાદી રૂપે તથા પૂજ્યશ્રીના શિષ્યવર્ગ તથા ભકતવર્ગ પાસેથી, કંઈક મને પિતાને થએલ તે મહાપુરૂષના કિંચિત્ દર્શન સેવા લાભના સહવાસે ભકિત ગુણે આઈ જેટલી મળી તેટલી સામગ્રીને આ લેખમાં ઉપયોગ કરી મારા આત્માને કૃતાર્થ કર્યો છે. આ ભકિતલાભ મળવાના પ્રેરક તરીકે મૂળ જ્ઞાનક્રિયા રૂચી તપસ્વી મુનિશ્રી મંગલવિજયજી છે અને પ્રોત્સાહક મારા પૂજ્ય ગુરુદેવ શ્રીવિજય મેહનસૂરીશ્વરજી છે. તે બંને મહાત્માઓને તથા બીજે જ્યાં જ્યાંથી આ મહાપુરુષના જીવનચરિત્ર સંબન્ધી હકીકતે મને મળી છે તે સર્વેને સહાયક તરીકે ત્રણ સ્વીકાર કરીને આ જીવનચરિત્ર સમાપ્ત કરું છું.
અંતે બને તેટલે ઉપગ રાખી પ્રાયઃ અતિશયોકિત વિના આ જીવનચરિત્ર આલેખવા મેં પ્રયત્ન કર્યો છે તથાપિ કાંઈ પણ ચૂનાધિક લખાયું હોય તે માટે ક્ષમા ચાહી “મિચ્છામિ દુક્યા દઈ સજજનેને સુધારી વાંચી ગુણગ્રહણ કરવાની સૂચના કરી એ ચિરસ્મરણીય-પૂજ્ય મહાપુરૂષને આશીર્વાદ લઈ મંગલ પ્રાપ્ત કરી લઈએ.
निर्ग्रन्थ तव वैदुष्यं निर्मदत्वं सुशीलता । गाम्भीर्य निस्पृहत्वं च कुत्रान्यत्र विलोक्यते ॥१॥ संयमे सर्वदा रक्त, चन्द्रोज्जवलगुणाकर । त्वयि भक्तिभरो भूयाद् भद्रकरः शुभैषिणः ॥२॥
इति शुभं भूयात्
લેખક, ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી ગણી.
Jain Education International
For Private & Personel Use Only
www.jainelibrary.org