________________
અભિજયંત એ ત્રણ કુળો નીકળ્યાં. દશમાં શિષ્ય હરિતાયગોત્રવાળા શ્રીગુપ્તથી ચારણ ગણ નીકળ્યો. તેની હારિતમાલાકારી, સાંકાશ્મિકા, ગધુકા અને વિદ્યાનાગરી એ ચાર શાખાઓ નીકળી. તથા વસ્ત્રલેખ, પ્રીતિધાર્મિક, હરિત્ય, પૌષ્યમિત્રેય, માલિદ્ય, આર્યટક અને કૃષ્ણસખ એ સાત કુળો નીકળ્યાં.
આર્ય શ્રી મહાગિરિજી અને આર્ય સુહસ્તિના બે પટ્ટધર શિષ્યો સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી કોટિક ગણ નીકળ્યો. તેની ઉચ્ચનાગરી, વિદ્યાધરી, વજી અને માધ્યમિકા એ ચાર શાખાઓ નીકળી તથા બ્રહ્મલિપ્ય, વસ્ત્રલિપ્ય, વાણિજ્ય અને પ્રશનવાહક એ ચાર કુળો નીકળ્યાં. આર્ય સુસ્થિત-સુપ્રતિબુદ્ધને સ્થવિર ઇન્દ્રદિત્ર, સ્થવિર પ્રિયગ્રન્થ, સ્થવિર વિદ્યાધર ગોપાલ, સ્થવિર ઋષિદત્ત અને સ્થવિર અઈદ એ પાંચ શિષ્યો થયા. તેમાં સ્થવિર પ્રિયગ્રન્થ હર્ષપુરનગરમાં યજ્ઞમાં હોમવા માટેના બકરા પર વાસક્ષેપ કરી અંબિકાદેવીથી અધિષ્ઠિત કરી બ્રાહ્મણોને એ બકરાદ્વારા ઉપદેશ અપાવ્યો કે ‘તમારી જેમ હું નિર્દય થાઉં, તો તમને મારી શકું છું, પણ હું નિર્દય થતો નથી. તેથી શ્રી પ્રિયગ્રંથસૂરિ પાસે જઇ સત્ય-પવિત્ર ધર્મ સમજો.’ તેથી પોતાની પાસે આવેલા બ્રાહ્મણો વગેરેને ધર્મ પમાડી આર્ય પ્રિયગ્રંથસૂરિએ જૈનશાસનની પ્રભાવના કરી.
સ્થવિર પ્રિયગ્રંથસૂરિથી મધ્યમા શાખા અને સ્થવિર વિદ્યાધર ગોપાલથી વિદ્યાધરી શાખા નીકળી. આર્યઇન્દ્રદિત્રની પાટે આર્યદિન્ન થયા. તેમના બે શિષ્યો આર્ય શાંતિશ્રેણિક અને જાતિસ્મરણજ્ઞાનવાળા આર્ય સિંહગિરિ થયા. તેમાં આર્યશાન્નિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખાનીકળી, તેઓના આર્ય શ્રેણિક, આર્ય તાપસ, આર્ય કુબેર અને આર્ય ઋષિપાલિત એ ચાર શિષ્યો થયા. અને તે દરેકના નામે અનુક્રમે શ્રેણિકા, તાપસી, કૌબેરી અને ઋષિપાલિકા એમ એક એક શાખા નીકળી.
બીજા શિષ્ય આર્ય સિંહગિરિના સ્થવિર આર્ય (૧) સમિત (૨) ધનગિરિ (૩) વજસ્વામી અને (૪) અદત્ત એ ચાર શિષ્યો થયા. તેમાં આર્ય સમિત શ્રી વજસ્વામીના ગૃહસ્થ સંબંધી મામા થતા હતા.
Gain Education International
For Private & Fersonal Use Only
www.elbaryo