________________
એક એક માસનું અનશન કરી અનેકની સાથે મુક્તિપદ વર્યા. શ્રી વીરનિર્વાણ પછી બાર વર્ષે શ્રી ઇન્દ્રભૂતિજી અને વીસ વર્ષ પછી શ્રી સુધર્માસ્વામી રાજગૃહીમાં એક એક માસનું અનશન કરી મુક્તિમાં ગયા.
દરેક તીર્થકરને જેટલા ગણધરો હોય, તેટલા જ ગણ હોય, પણ પ્રભુ શ્રી મહાવીરદેવને ગણધરો અગ્યાર અને ગણ નવ હતા, કારણ કે આઠમા-નવમા અને દેશમા-અગ્યારમા એ બે બે ગણધરોના સાધુઓની વાચના એક એક હતી.
આજે જે સાધુઓ વિચરે છે, તે બધા શ્રી સુધર્મા સ્વામી ગણધરની શિષ્યપરંપરા છે, કારણ કે-દશ ગણધરો સ્વ-સ્વ નિર્વાણકાળે પોતાનો ગણ શ્રી સુધર્માસ્વામીને સોંપીને મુક્તિમાં ગયા છે.
અગ્યારે ય ગણધરો સર્વલબ્ધિથી સંપન્ન, વજwભનારા સંઘયણવાળા તથા સમચતુરસ સંસ્થાનવાળા હતા. દરેક છેલ્લે રાજગૃહીમાં એક એક માસનું પાદપોપગમન નામનું અનશન કરી મુક્તિએ ગયા હતા. તે દરેક ચૌદ પૂર્વો અને બાર અંગરૂપ સમસ્ત શ્રુતજ્ઞાનના સંપૂર્ણ જ્ઞાતા હતા, તે પણ સ્થૂલથી નહીં, પણ સર્વ અક્ષરોના સર્વ પર્યાયોના સંપૂર્ણ જ્ઞાનવાળા હતા.
૨૮૦
can Education intematonal
For Private & Fersonal Use Only
www
brary ID