SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ २५. तं गच्छ णं तुम देवाणुप्पिया ! समणं भगवं महावीरं माहणकुंडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्स कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिओ खत्तिअकुंडग्गामे नयरे नायाणं खत्तिआणं सिद्धत्थस्स खत्तिअस्स कासवगुत्तस्स भारियाए तिसलाए खत्तिआणीए वासिट्ठसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहराहि, जेवि अणं से तिसलाए खत्तिआणीए गब्भे तं पि अणं देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए कुच्छिंसि गब्भत्ताए साहराहि, साहरित्ता मम एअमाणत्तिअंखिप्पामेव पचप्पिणाहि ॥२५॥ સૂત્ર ૨૧+૨૨+૩+૨૪) અને એ દેવને તીર્થકર વગેરે કદી હીનકુળમાં અવતરતા નથી ઇત્યાદિથી માંડીને ભગવાન મહાવીર સ્વામી દેવાનંદા બ્રાહ્મણીની કૃષિએ આવ્યા, ત્યાં સુધીની વાત કહી પોતાનો શ્રેયસ્કર આચાર બતાવે છે કે મારે આવે વખતે ગર્ભનું ઉત્તમ કુળમાં સંહરણ કરાવવું જોઈએ...તેથી મેં નક્કી કર્યું છે કે ભગવાનના ગર્ભનું દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા રાણીની કુક્ષિમાં અને તેની કુક્ષિમાં રહેલા ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં સંહરણ કરાવવું. આ પ્રમાણે કહ્યા પછી હરિëગમેષીને આજ્ઞા કરે છે કે - સૂત્ર ૨૫) તમે આ ગર્ભ સંહરણનું કાર્ય શીઘ્ર પતાવી મને મારી આજ્ઞા પાછી આપો, એટલે કે “ આ કાર્ય થઈ ગયું છે' તેમ જણાવો. (સામાન્યથી કુળના સંસ્કાર જીવને અસર કરતાં હોય છે. વાણિયાએ બહારગામથી પરણી લાવેલી બીજી પત્નીને પૂછ્યું, જુઓ તો! ઘડામાં પાણી કેટલું છે? એ સ્ત્રીએ જોઇને કહ્યું – ખાંસડા પ્રમાણ! વાણિયો સમજી ગયો, આ સ્ત્રી ચમારના ઘરની છે. શ્રી સંતિનાથ ભગવાનના પ્રથમભવમાં એવી વાત આવે છે કે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મેલી બ્રાહ્મણી સત્યભામાના લગ્ન પરદેશી ઉત્તમ વિદ્વાન બ્રાહ્મણ તરીકે ખ્યાતિ પામેલા કપિલ સાથે થાય છે. એકવાર આ કપિલે રાતે વરસાદમાં સારા કપડા બગડી ન જાય, માટે કપડા કાઢી સાવ નગ્ન અવસ્થામાં ઘર સુધી આવી ઘરના નાકે કપડા પહેરી લીધા. રસ્તામાં અંધારું હોવાથી કોઈને ખબર પડવાની સંભાવના ન હતી. પણ આવા વરસાદમાં પણ પતિનું શરીર ભીનું અને કપડા કોરા જોઈ પત્ની સમજી ગઈ, આ ભલે વિદ્વાન હશે, પણ ઊંચા કુળમાં જન્મેલો નથી. અને હકીકતમાં એ દાસીના પેટમાંથી ઉત્પન્ન થયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્તમ કુળમાં જન્મેલાના સંસ્કાર પણ ઊંચા હોય, નીચકુળવાળાના નીચા. તમે For Private Pessoal Use Only
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy