SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક છે તેથી શાસ્ત્રકારોએ “સંસાર વિરવત વાસ્થ અધિકારી' જણાવી વૈરાગ્યભાવને આગળ કર્યો છે. પંચાલકજીમાં ‘પુરપાવ ||4 ZG] પ્રતિબન્ધાતુ'= ગુરુની પ્રતિબદ્ધતા હોવાથી જ્ઞાનવરણીય કર્મનો વિશેષ ક્ષયો પક્ષમ ન હોય તો પણ વૈરાગ્યભાવથી સતક્રિયામાં સમર્થ 5gી હોય, રૂચિવાળો હોય અને વિકલાંગ ન હોય તો તેવા આત્માને અધિકારી ઠરાવ્યો છે. gવ પૃચ્છા-પ્રવૃત્તિ-પુષ્પાદિ વિધાનાદિ દ્વારા નિર્ણિત થયેલ યોગ્ય અધિકારીને આવશ્યક ચૂર્ણિ, પંચાશક, પંચવસ્તુ તથા યોગવિધિ 09| આદિ અનેક ગ્રંથોમાં જણાવેલ વિધિપૂર્વક દીક્ષા આપવા સૂચિત કર્યું છે. યોગ્યક્ષેત્ર,યોગ્ય કાળની મહત્તા છે. તેમ વિધિની પણ મહત્તા છે. દીક્ષા વિધિમાં આવતા નંદીસૂત્રના દેવવંદન, નંદીસૂત્ર શ્રવણાદિ વિધાનો મંગળ માટે બહુ જ મહત્વના છે. ગંભીરતા પૂર્વક થતા શાસ્ત્રનિર્દિષ્ટ આ વિધાનો મુમુક્ષુના સમગ્ર જીવનવિકાસમાં સાધક બને છે. આજના આડંબર પ્રધાન પ્રસંગોમાં વિધિ-મુહૂર્તો વિગેરે ગૌણ થતા જાય છે જે સાધનાલક્ષી જીવનમાં સ્પીડબ્રેકર બની શકે તેમ છે. તેને ચલાવી કેમ લેવાય...? આ વિધાનો કમકાયને ધર્મકાર્યમાં પરિવર્તન કરે છે. સપ્તધાતુથી બનેલા ઔદારિક શરીરની પ્રત્યેક ધાતુને અભિમંત્રિત કરી તેના મૂળભૂત સ્વભાવમાં પરિવર્તન ૨તા લાવે છે, ચાલી રહેલા અશુભ કર્મોદયનું શુભમાં સંક્રમણ કરે છે. આત્માના પ્રદેશ પ્રદેશમાં શુદ્ધતાના ભાવ પ્રગટ કરે છે. આમ દેહ, કર્મ અને આત્મા આ ત્રણે ઉપર આ વિધાનો અસર કરે છે. નંદીસૂત્ર-લોચ-કરેમિ ભંતેનું ઉચ્ચરણ વિગેરે બહુ જ ગંભીર વિધાનો છે. | ભોગ પ્રધાન વર્તમાન કાળમાં ભોગ વિલાસનો ત્યાગ કરી સંખ્યાબંધ પુણ્યાત્માઓ સંયમ માર્ગે સાધના કરી રહ્યા છે તે વિશ્વ 2 માટે એક અજાયબી જ છે. જિનશાસનનો એક ચમત્કાર જ છે. gી સંયમ સ્વીકૃતિનું આવું માંગલિક અને ગંભીર વિધાન શુદ્ધ રીતે થઇ શકે તે માટે જ આ “દીક્ષા વિધિ' ગ્રંથનું પ્રકાશન છે. સર્વ | સમુદાયમાં ઉપયોગી બને તે લક્ષ્ય સાથે સંપાદન કર્યું છે. આ પૂર્વે અનેક યોગવિધિમાં આ વિધિ અંતર્ગત રીતે પ્રકાશિત થયેલ હોવા છતાં સરલ અને સંપૂર્ણ માહિતી દર્શક સ્વતંત્ર પ્રકાશનું પ્રથમ જ હશે. પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિ મ. તથા પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. એ સમયાભાવ હોવા છતાં સંપૂર્ણ તપાસી લીધેલ છે. વિધિનું સંકલન તથા ખૂણાદિ કાર્યોમાં સુવિનિત મુનિશ્રી ઋષભચંદ્રસાગર મ. દીક્ષા વિધિ | મુનિશ્રી અજિતચંદ્રસાગર મ. , મુનિશ્રી સંભવચંદ્રસાગર મ. નો પણ સહયોગ રહ્યો.... અંતે દીક્ષા દાતા ગુરુઓને દીક્ષાવિધિમાં છે | સરલતા પડે તથા આ વિધાનપૂર્વક મુમુક્ષુઓ સંયમજીવન પામી આત્મવિશુદ્ધિમાં આગળ વધે તેમાં જ શ્રમની સફલતા માની વિરમું || d - ઝાયચંડ 1 Dog Dog Dog Dog Dog Dou Dod DOD DOG DOG DOG PG Jain Education International 2010_05 For Private & Personal use only www.ainelibrary.org
SR No.600146
Book TitleDiksha Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages28
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy