________________
જરા. બે... મિનિટ...!!
તમે જાણો છો ? આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન શાળાની પ્રવૃતિ....ના તો બરાબર જાણી લે આ જ્ઞાનપરબમાં આવનાર આત્માઓ પોતાની જ્ઞાનતૃષ્ણાને અહિ બરાબર સમાવી શકે છે, અહિ આવનાર સાધુ સાધ્વીજી મહારાજને જ્ઞાનપ્રાપ્તિ થાય તે માટે ઉપરોકત સંથાએ ૨/૩ પંડિતવર્યોની વ્યવસ્થા કરેલ છે. તે પંડિત પૂજ્ય સાધુ સધ્વીજી મ. ની જ્ઞાનતૃષ્ણા ને ખૂબ જ સારી રીતે શમાવે છે. તદઉપરાંત આ સંસ્થામાં અતિસુંદર અને સુવિશાલ મુદ્રિત તેમજ હસ્તલિખિત ભાનભંડાર છે. જેમાં દરેક
ભાષાનાં પુસ્તકો ઉપલબ્ધ છે. જેને એકવાર ફકત જોવાથી પણ અતિવ આનંદ થાય તેમ છે. તે સિવાય આવા પ્રાચીન ઉપયોગી ગ્રંથોનું પ્રકાશન કરવાનું કાર્ય પણ આ સંશા એ આરહ્યું છે.
અંતે એક ખુશખબર.... અમદાવાદ શહેરની બહારના વિસ્તારમાં રહેલા પૂજ્ય સાધુ સાધ્વીજી મ. પણ આવી જ્ઞાનપરબ નો લાભ લઈ શકે તે હેતુથી આ સંસ્થા નારણપુરા વિસ્તારમાં ઝર્વરીપાર્ક જૈન દેરાસર ની સામે ટુંક સમયમાં જ પાડશાળાની શરૂઆત કરવાનું વિચારે છે. અને છેલ્લે આ વિરાટ કાર્ય વામન એવા અમે કઈ રીતે કરીએ છીએ, ? તે પણ જાણી લો પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજય રામસૂરીશ્વરજી મ. નો આવી સત પ્રવૃતિ અંગે અમોને તે પૂજ્યશ્રીનો નિત્ય ઉપદેશ આવા શુભ કાર્યો માં પ્રેરણા રૂપ છે, અન્યથા આવું વિરાટ કાર્ય વામન એવા અમે શું કરવાના હતા?
Jain Education International 2010_05
For Private Personal use only
www.ainelibrary.org