________________
સોનાનો સૂર્ય સમ્યક પ્રકારે ઉદિત થઈ જીવના મધ્યાકાશ ભાણી ધીમી છતાં ચોક્કસગતિએ આગળ વધી રહયો હતો. જ્ઞાન ધ્યાન ! વિનય વૈયાવચ્ચે-તપ-જપ આદિ અપ્રતિમ ગુણોને વિસાવતા મુનિરાજ શ્રી નીતિ વિજયજીએ સંયમ જીવનનાં એક પછી એક શિખરો સર કરવાં જ માંડયાં.સં. ૧૯૯૧ માગ.સુ.પ નાં રોજ સુરત મુકામે પુજયશ્રીને ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું.સં. ૧૯૨ કા. વ. ૧૧ ના રોજ સિધ્ધક્ષેત્રની અંદર ક તેમને પંન્યાસ પદ આપવામાં આવ્યું. એજ રીતે સં. ૧૯૭૬ માગ. સુદ-૫ ના શુભદિવસે તેઓશ્રીને અમદાવાદ મુકામે વિધિવત મહાન જવાબદારીથી ભરપૂર એવા સૂરિપદથી શોભાયમાન કરવામાં આવ્યા. અને સોનાનો સૂર્ય બરાબર મધ્ય ગવનમાં આવી સર્વ પ્રકારે ચમકી રહયો.....
ઠેર ઠેર સમ્યગ જ્ઞાનનો પીયૂષ - પ્રવાહ વહેવડાવતા પૂજયશ્રીએ પોતાનું પૂર્ણ જીવન સંપૂર્ણરીતે સ્વ. પરનું મહાન કલ્યાણ કરવામાં જ ગાળ્યું છે. અનેકાનેક ઉપધાન - ઉધાપન પ્રતિષ્ઠ તેમજ યાત્રા - સંઘો વિ. પ્રસંગોએ તેમની - યશ સુગધને ચોતરફ પ્રસરાવવામાં કોઈ જ બાકી નથી રાખ્યું. ૪૯ વર્ષના સુવિશુધ્ધ દીક્ષા પર્યાય દરમ્યાન પૂજય પાદશ્રીની પુણ્યવતી નિશ્રામાં ૨૦ ઉજમણાં થયા હતા. ૨૨ ઉપધાન થયેલા, ૧૦ છરી પાલિત યાત્રા સંઘો નિકળ્યા હતા. યુવાશક્તિ સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યને સુંદર રીતે અદા કરી શકે અને વ્યવસ્થિત રીતે સેવા આપી શકે એ હેતુથી અલગ અલગ ઠેકાણે ૧૬ જેટલા સેવા સમાજ સ્થાપ્યા હતા. અનેકાનેક પ્રતિષ્ઠ પ્રસંગો પણ પૂ. આચાર્યદેવશ્રીના નિશ્રામાં ઉજવાયેલા.
જીણોધ્ધાર તો જાણે પૂજયશ્રીનો એક મહાન જીવનમંચ હતો. પૂરબ-પશ્ચિમ - ઉતર - દક્ષિણ ચારે બાજુ વિચરી એક તરફ પરમ કલ્યાણકારીણી વીરવાણીનો ધોધ વહેવડાવ્યો તો બીજી બાજુ અનેક તીર્થો, જિનાલયો કે જે સાવ જીર્ણશીર્ણ હાલતમાં મુકાઈ ગયા હતા તેના રૂડા ! જીણોધ્ધાર પણ કરાવ્યા. એમાં પણ ગિરનારજી તેમજ ચિતોડગઢના જિનમંદીરોના - પુનરૂધ્ધાર પાછળ તો એમણે જે ભોગ આપ્યો છે તેનું તો કે વર્ણન થઈ શકે તેમ નથી.
Jain Education International 2010_05
For Private Personal use only
www.ainelibrary.org