________________
-
(2) Biી આઇ છે
SIMC?
જ
[૪] જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતા તથા ઉપર જતા હોવાથી ભારે ઘોંઘાટવાળી અને કોલાહલવાળી પણ હતી.
[૫] જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લોકમાં વસતા ઘણા જjભક દેવોએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યનો, સુવર્ણનો, રતનોનો, અને વસ્ત્રોનો, ઘરેણાંનો વરસાદ, પાંદડાંનો, ફૂલોનો, ફળોનો, બીજોનો, માળાઓનો, અને સુગંધોનો વરસાદ, વિવિધ રંગોનો વરસાદ અને સુગંધિત ચૂર્ણોનો વરસાદ વરસાવ્યો, વસુધારા વરસાવી એટલે ધનનો રેલમછેલ વરસાદ વરસાવ્યો.
૯િ૬) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ-વાનવંતર-જ્યોતિષિક અને વૈમાનિક દેવોએ તીર્થકરનો જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળોને બોલાવે છે, નગરના રખેવાળોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યો.
[૭] તરત જ તે દેવાનુપ્રિયો ! કુડપુર નગરની જેલને સાફ કરી નાખો એટલે તમામ બંદીવાનોને છોડી મૂકી જેલને ૩ ખાલીખમ ચોક્કી કરી નાખો, જેલને સાફ કર્યા પછી તોલમાપને માપાં અને તોલાને-વધારી ઘો, તોલમાપને વધાર્યા પછી |
Jain Euch
einen
For va
n
e only
www.amary.org